માતાને બચાવવા વચ્ચે પડતાં દિકરી જમનાબેન બારીયાને ઈજા પહોંચી

માતાને બચાવવા વચ્ચે પડતાં દિકરી જમનાબેન બારીયાને ઈજા પહોંચી
માતાને બચાવવા વચ્ચે પડતાં દિકરી જમનાબેન બારીયાને ઈજા પહોંચી

માતાને બચાવવા વચ્ચે પડતાં દિકરી જમનાબેન બારીયાને ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ શિવાજી નગર શેરી નં-7 માં રહેતી જમનાબેન મુકેશભાઈ બારીયા (ઉ.વ.35) પોતાની માતા મોંઘીબેનને બચાવવા વચ્ચે પડતાં ત્રણ શખ્સો જમનાબેનને ઈજા પહોંચાડી નાસી ગયા હતા.

આ અંગે તેઓનાં પરિવારજનોએ જણાવ્યું કે શિવાજી નગર શેરી નં-7 માં રહેતી મોંઘીબેન પાસે રઘુ નામનાં યુવકે ઓરડી માંગી હતી.  જે ઓરડી આપવાનું ના કહેતાં તેજ વિસ્તારમાં રહેતાં અને કૌટુંબીક સગા થતાં રઘુ,વિશાલ, શીલું અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ મોંઘીબેન પર હુમલો કર્યો હતો. રઘુએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.

મોંઘીબેનને બચાવવાં તેમની દિકરી જમનાબેન બારીયા વચ્ચે પડતાં તેઓની ઈજા પહોંચી હતી. બાદ યુવતીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેઓને સંતાનમાં એક દીકરો- દિકરી છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.