માછીમારી કરવા જતાં પાંચ યુવકો પૈકી એકનું ડૂબી જવાથી મોત (29)

7
SURAT-FISHING-MAN-DEATH
SURAT-FISHING-MAN-DEATH

સુરતના કતારગામ વિસ્તારના એક યુવકને માછીમારી કરવા જતા મોત મળ્યું હતું

Subscribe Saurashtra Kranti here.

ગત રોજ બપોરે પાંચ જેટલા યુવકો તાપી નદીમાં માછીમારી કરવા ગયા હતા. દરમિયાન એક ધર્મેશ નામનો યુવક ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ પહોંચ્યું હતું. જોકે, મોડીરાત સુધી શોધખોળ કરવા છતા યુવક મળ્યો ન હતો. દરમિયાન આજે સવારે ફરી શોધખોળ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, યુવકનો મોત પહેલાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહૃાો છે.

કતારગામ વિસ્તારમાં ધર્મેશ નામનો યુવક પરિવાર સાથે રહેતો હતો અને પાણીની બાટલાઓ દૃુકાનોમાં પહોંચાડી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. દરમિયાન ગત રોજ બપોરે ધર્મેશ સહિત પાંચ જેટલા યુવકો મોટીવેડ ખાતે આવેલી તાપી નદૃીમાં માછીમારી કરવા ગયા હતા. સાંજે ધર્મેશ માછીમારી કરતા કરતા ગાયબ થઈ ગયો હતો. જેથી તે ડૂબી ગયો હોવાની આંશકાથી અન્ય યુવકોએ પરિવાર અને ફાયર વિભાગને જાણ કરી હતી.

Read About Weather here

ફાયર વિભાગે ગત રોજ સાંજે પહોંચી યુવકની તાપી નદીમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, રાત થઈ જતા શોધખોળ અટકાવી હતી. ત્યારબાદ આજે સવારે ફરી શોધખોળ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવવાની જાણ થતા પરિવાર પણ દોડી આવ્યું હતું. પરિવારે મોટો દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાયો છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here