મહિન્‍દ્રાએ લોન્‍ચ કરી એક્ષ એસયુવી 3XO – કોમ્‍પેક્‍ટ એસયુવી

મહિન્‍દ્રાએ લોન્‍ચ કરી એક્ષ એસયુવી 3XO - કોમ્‍પેક્‍ટ એસયુવી
મહિન્‍દ્રાએ લોન્‍ચ કરી એક્ષ એસયુવી 3XO - કોમ્‍પેક્‍ટ એસયુવી

ભારતની અગ્રણી એસયુવી મેન્‍યુફેક્‍ચરર મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા લિમિટેડે આજે XUV 3XO લોન્‍ચ કરી હતી જેની કિંમત રૂ. ૭.૪૯ લાખથી શરૂ થાય છે. કોમ્‍પેક્‍ટ એસયુવી સેગમેન્‍ટમાં નવા બેન્‍ચમાર્ક્‍સ સેટ કરતા XUV 3XO અનોખી ડિઝાઇન, પ્રિમિયમ ઇન્‍ટિરિયર્સ, કમ્‍ફર્ટેબલ રાઇડ, આધુનિક ટેક્રોલોજી, દિલધડક પર્ફોર્મન્‍સ અને અદ્વિતીય સુરક્ષા પૂરી પાડે છે.

કન્‍સેપ્‍ટ મુંબઈમાં મહિન્‍દ્રા ઈન્‍ડિયા ડિઝાઇન સ્‍ટુડિયો (એમઆઈડીએસ) ખાતે રજૂ થયો હતો અને ચેન્નઈ નજીક મહિન્‍દ્રા રિસર્ચ વેલી (એમઆરવી) ખાતે એન્‍જિનિયર્ડ અને ડેવલપ કરાઈ હતી.  મહિન્‍દ્રાની ગ્‍લોબલ ડિઝાઇન અને એન્‍જિનિયરિંગ ટીમની વિશ્વકક્ષાની ક્ષમતાઓ રજૂ કરે છે. આધુનિક ઉત્‍પાદન પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને નાસિકમાં મહિન્‍દ્રાના અત્‍યાધુનિક પ્‍લાન્‍ટમાં તૈયાર કરાયેલી આ એસયુવી ગ્રાહકોને એક ઉચ્‍ચ ગુણવત્તાની એસયુવી ઓફર કરે છે જે મજબૂત અને હંમેશા ટકી રહેવા માટે બનેલી છે.