મજૂરી કામ શોધતી યુવતિને કોન્ટ્રાકટરે લલચાવી ફસાવી બળાત્કાર ગુજાર્યો

મજૂરી કામ શોધતી યુવતિને કોન્ટ્રાકટરે લલચાવી ફસાવી બળાત્કાર ગુજાર્યો
મજૂરી કામ શોધતી યુવતિને કોન્ટ્રાકટરે લલચાવી ફસાવી બળાત્કાર ગુજાર્યો

શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના નોંધાઇ છે. એક યુવતિને કારખાનામાં કામ અપાવી દેવાના બહાને લેબર કોન્ટ્રાકટરે ફસાવી તેનો નગ્ન વિડીયો ઉતારી લઇ વાયરલ કરવાની ધમકી દઇ તેને કારખાને બોલાવી બળાત્કાર ગુજારી લીધો હતો. આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન એલસીબી ઝોન-૧ની ટીમે આરોપીને દબોચી લીધો હતો.

પોલીસે આ બનાવમાં શહેરના એક વિસ્તારમાં રહેતી  અને કારખાનામાં મજૂરીકામ કરતી યુવતિની ફરિયાદ પરથી લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં હાલ ૮૦ ફુટ રો૦ પર સત્યમ્ પાર્ક-૪માં રહેતાં લોકેશ પ્રદિપભાઇ શાહુ (ઉ.વ.૨૪) વિરૂધ્ધ આઇપીસી ૩૭૬ (૨) એન મુજબ ગુનો નોંધ્યો હતો.  ભોગ બનેલી યુવતિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને કામની જરૂર હોઇ લેબર કોન્ટ્રાકટનું કામ કરતા લોકેશને મળી હતી. લોકેશે પોતે તેણીને કામ અપાવી દેશે તેમ કહી  લાલચ આપી પરિચય કેળવી ફોન નંબર મેળવી વાતો કરી હતી. ત્યારબાદ માંડાડુંગર પાસે આવેલા કારખાનામાં બોલાવી હતી. ત્યારબાદ તેને કામ અપાવી દેવાની લાલચ આપી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી નગ્ન વીડિયો ઉતારી લીધો હતો.

આ પછી લોકેશે આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર કારખાને બોલાવી બળજબરી આચરી હતી. અંતે કંટાળીને યુવીત આજીડેમ પોલીસ સ્ટેશને પહોંચતા પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ સોલંકી સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપી લોકેશની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન એલસીબી ઝોન-૧ના હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને જીતુભા ઝાલાની બાતમી પરથી લોકેશને માંડા ડુંગર નજીકથી પકડી લેવાયો હતો.પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, મનરૂપગીરી ગોસ્વામી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્સ. હિતેષભાઇ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને આજીડેમ પોલીસે આ કામગીરી કરી હતી.