ભિક્ષા નહીં હવે શિક્ષાનો મંત્ર સાકાર કરતું ગુજરાત…

ભિક્ષા નહીં હવે શિક્ષાનો મંત્ર સાકાર કરતું ગુજરાત...
ભિક્ષા નહીં હવે શિક્ષાનો મંત્ર સાકાર કરતું ગુજરાત...

મુખ્યમંત્રીએ દરિદ્ર બાળકો માટે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટની 30 થી વધુ મોબાઈલ સ્કૂલ બસને પ્રસ્થાન કરાવ્યું: દેશ માટે પથદર્શક યોજના

વંચિત અને ભિક્ષાવૃતિ કરતા અને અધવચ્ચે શાળા છોડી ગયેલા બાળકો માટે શિક્ષણનો અનોખો પ્રોજેક્ટ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ ખાતેથી સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને લીલીઝંડી આપી હતી. દરિદ્ર બાળકો, ભિક્ષાવૃતિ કરતા બાળકો અને અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ગરીબ બાળકો માટે પ્રોજેક્ટની 30 થી વધુ મોબાઈલ સ્કૂલ બસને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિક્ષણથી વંચિત એક દરિદ્ર બાળકને દતક લઇ તેના શિક્ષણ માટેની જવાબદારી તેઓ સ્વયં ઉપાડશે એવું જાહેર કરીને એમના સમાજપ્રેરક લાગણીશીલ અભિગમનો પરચો આપ્યો હતો. આ યોજનાથી ગુજરાત દેશઆખાનાં રાજ્યો માટે પથદર્શક બની રહેશે.

ગુજરાત સરકાર, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી અને અમદાવાદ મનપાનાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં સંયુક્ત સહયોગથી સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો શુભારંભ થયો છે.

મુખ્યમંત્રીએ પ્રોજેક્ટની સ્કૂલ બસોને પ્રસ્થાન કરાવ્યું ત્યારે સુપ્રીમ કોર્ટનાં જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ બેલાબેન ત્રિવેદી, ગુજરાત હાઈકોર્ટનાં વડા ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર, કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, અમદાવાદનાં મેયર કિરીટભાઈ અને વરિષ્ઠ આગેવાનો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ અમદાવાદ પુરતો સીમિત ન રહેતા રાજ્યમાં વ્યાપક સ્તરે શરૂ થાય અને શિક્ષણથી વંચિત દરિદ્ર બાળકોને શિક્ષણ અને સંસ્કાર મળે એવી સામુહિક સમાજ જવાબદારી માટે આહ્વાન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં વિવિધ કારણોસર કદી શાળાએ ન ગયેલા કે અધવચ્ચે શાળા છોડી ગયેલા બાળકો અને રેલવે, બસ મથકો, ટ્રાફિક સિગ્નલ પર અને અન્યત્ર ભિક્ષાવૃતિ કરતા બાળકો માટે શિક્ષણનાં મંત્ર સાથે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

કોઈ ગરીબ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને એ માટે આવા બાળકોને દતક પણ લઈને શિક્ષણ આપવાની મુખ્યમંત્રીની પહેલ સમાજનાં અન્ય સંપન્ન વ્યક્તિઓ અને દાતાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.

ગુજરાત હાઈકોર્ટનાં વડા ન્યાયમૂર્તિ અરવિંદ કુમારની પ્રેરણા અને માર્ગદર્શનથી રાજ્યમાં આ પ્રોજેક્ટ શરૂ થયો છે. અગાઉ તેઓ બેંગ્લોર હતા ત્યારે કર્ણાટકમાં તેમણે આ યોજનાની પહેલ કરી હતી. મુખ્યમંત્રીની પહેલને પગલે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શિક્ષણમંત્રી વાઘાણી પણ શિક્ષણ માટે આવા બાળકોને દતક લેશે.

Read About Weather here

સુપ્રીમ કોર્ટનાં ન્યાયમૂર્તિ એમ.આર.શાહે કેરીંગ અને શેરીંગનાં નવા અભિગમ બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here