ભલે મોંઘા પણ લકઝરી ઘરોમાં લોકોનો રસ વધ્યો! પાંચ વર્ષમાં માંગ ત્રણ ગણી વધી

ભલે મોંઘા પણ લકઝરી ઘરોમાં લોકોનો રસ વધ્યો! પાંચ વર્ષમાં માંગ ત્રણ ગણી વધી
ભલે મોંઘા પણ લકઝરી ઘરોમાં લોકોનો રસ વધ્યો! પાંચ વર્ષમાં માંગ ત્રણ ગણી વધી

દેશમાં જયાં લકઝરી ઘરોની ડિમાન્ડ અને વેચાણ બન્નેમાં મોટો વધારો દેખાઈ રહ્યો છે ત્યાં એફોર્ડેબલ હોમની ડિમાન્ડ કે વેંચાણ બન્નેમાં ઘટાડો થયો છે.
શુક્રવારે જાહેર પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકનાં રિપોર્ટ અનુસાર સૌથી લકઝરી ઘર મુંબઈમાં વેચાઈ રહ્યા છે.

આ રિપોર્ટ અનુસાર 2024 ની પ્રથમ ત્રિમાસીકમાં દેશના મોટા 7 શહેરોમાં લકઝરી ઘરની ડીમાન્ડમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. આ દરમ્યાન કુલ વેચાણમાં લકઝરી સેગ્મેન્ટની ભાગીદારી 21 ટકા રહી હતી. જયારે પાંચ વર્ષ પહેલા લકઝરી ભાગીદારી 7 ટકા હતી એટલે કે આ સેગ્મેન્ટમાં ડીમાન્ડ ત્રણ ગણી વધી છે.

જયારે 2024 ની પ્રથમ ત્રિમાસીકમાં 26545 એફોર્ડેબલ હોમ વેચાયા હતા. જે કુલ ઘરોનાં વેચાણના 20 ટકા હતી. પાંચ વર્ષ પહેલા આ સંખ્યા 37 ટકા હતી. કુલ મળીને પ્રથમ કવાર્ટરમાં 1.30 લાખ ઘર વેચાયા જેમાંથી 27070 યુનિટ લકઝરી ઘર હતા. જયારે એફોર્ડેબલ સેગમેન્ટમાં 26545 યુનિટ અને મીડ અને હાઈ એન્ડ સેગમેન્ટમાં 76555 યુનિટ વેચાયા હતા.

સૌથી વધુ લકઝરી ઘર મુંબઈમાં વેચાયા:
લકઝરી કેટેગરીમાં સૌથી વધુ ઘર મુંબઈ (9360), ત્યારબાદ એનસીઆર (6060)માં વેચાયા. આ ઉપરાંત દરેક સેગમેન્ટમાં સૌથી વધુ ઘર પણ મુંબઈ મેટ્રોપોલીટીન રીજન (એમએમઆર)માં વેચાયા.

કુલ 42930 યુનિટસનું વેચાણ થયુ. અહી લકઝરી ઘરોનો મતલબ એવા ઘરો છે. જેની કિંમત 1.5 કરોડથી વધુ છે. રીજન્સી ગ્રુપના પ્રમુખ મહેશ અગ્રવાલનું કહેવુ છે કે કોરોના બાદ હવે એફોર્ડેબલ હોમની વ્યાખ્યા બદલી ગઈ છે. લોકોને તમામ સુવિધાઓ વાળા થોડા મોટા ઘર જોઈએ છે.

એનારોડ-ગ્રુપના ચેરમેન અનુજપુરી જણાવે છે કે લકઝરી ઘરોની ડીમાન્ડ સપ્લાયમાં એફોર્ડેબલ હોમની તુલનામાં વધુ ગ્રોથ દેખાઈ રહ્યો છે. ડેવલપર્સનો ઝુકાવ પણ પ્રોફીટ-માર્જીન વધુ હોવાથી પ્રિમીયમ સેગમેન્ટમાં વધુ છે. હવે 2017 માં ડિફાઈન (વ્યાખ્યાઈત) થયેલ એફોર્ડેબલ હોમની ડેફિનેશન (વ્યાખ્યા) હવે બદલવી પડશે.