બ્રેકીંગ ન્યુઝ આજથી 5 મોટા ફેરફાર…!

બ્રેકીંગ ન્યુઝ આજથી 5 મોટા ફેરફાર...!
બ્રેકીંગ ન્યુઝ આજથી 5 મોટા ફેરફાર...!
બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ આપવો પડશે વધુ ચાર્જજો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારી પાસેથી આજથી વિશેષ ચાર્જ લેવામાં આવશે. આવતા મહિનાથી, તમારે બેંકમાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે.

Visit Saurashtra Kranti Homepage here

દિવાળી અને ધનતેરસ પહેલા મોંઘવારી ખૂબ ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. આજથી ઘણા ફેરફારો થવાના છે. આ ફેરફારોને કારણે સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે.

આ ફેરફારો બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમત સુધીના હોઈ શકે છે. ચાલો જાણીએ આવા ૫ ફેરફારો વિશે જે આજથી લાગુ થશે.

આ ચાર્જ મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા પર લાગુ થશે. ગ્રાહકો ૩ વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ તે પછી તેમણે ૪૦ રૂપિયા ચૂકવવા પડશે. તેમજ આ નિયમ જનધન ખાતા ધારકો પર લાગુ થશે નહીં. આ સિવાય પૈસા ઉપાડવા પર ૧૦૦ રૂપિયા આપવા પડશે.

ભારતીય રેલ્વેએ આજથી દેશભરની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર કરવાનો નિર્ણય હકીકતમાં પહેલા જ કરી લેવામાં આવ્યો હતો. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું

કે ૧ ઓકટોબરથી દેશભરની ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવશે, પરંતુ બાદમાં તેને વધારીને આજે કરવામાં આવ્યો હતો. લગભગ ૧૩ હજાર પેસેન્જર ટ્રેનો અને ૭ હજાર ગુડ્સ ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં દેશની લગભગ ૩૦ રાજધાની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થશે.

ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે OTPની જરૂર રાજધાની દિલ્હીમાં સોમવાર આજથી તમામ વર્ગો માટે શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પોતે આ અંગે માહિતી આપી છે.

તેમણે શાળાઓને કહ્યું છે કે જે બાળકો શાળાએ આવી શકતા નથી એટલે કે શારીરિક રીતે વર્ગમાં હાજર નથી તેમના માટે ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે. શાળાઓ હવે ખુલી રહી છે, પરંતુ જો વાલીઓ ઇચ્છતા ન હોય તો શાળાઓ બળજબરીથી બાળકોને શાળાએ બોલાવી શકે નહીં

ગેસ સિલિન્ડર બુક કરવાની પદ્ઘતિ પણ આજથી બદલાશે. નવા નિયમ અનુસાર ગેસ બુકિંગ માટે ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.

Read About Weather here

ગેસ સિલિન્ડર ઘરે પહોંચાડનાર ડિલિવરી બોયને આ OTP જણાવવો પડશે. નવા સિલિન્ડરની ડિલિવરી પોલિસી હેઠળ ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબર આપનાર ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here