બોગસ બિલિંગ કૌભાંડના આરોપીના વધુ 4 દિવસના રિમાન્ડ પર

બોગસ બિલિંગ કૌભાંડના આરોપીના વધુ 4 દિવસના રિમાન્ડ પર
બોગસ બિલિંગ કૌભાંડના આરોપીના વધુ 4 દિવસના રિમાન્ડ પર

 ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ૨૨મી એપ્રીલના રોજ બોગસ બિલિંગ કૌભાંડ આધાર ૨.૦માં સંડોવાયેલા આરોપીની ધરપકડ કર્યાં બાદ તેના ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે આજે પૂર્ણ થતાં વિભાગ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ૪ મે સુધીના રિમાન્ડ મંજુર કર્યાં છે. આરોપીએ હજુ ઘણી વિગતો દબાવી રાખી હોવાની શક્યતા હોવાથી આ કેસમાં આરોપી પાસેથી વધુ મહત્વપૂર્ણ એકઠી કરવા વધુ રિમાન્ડ માંગ્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખી ૪ એપ્રીલ સુધીના રિમાન્ડ મંજુર કર્યાં છે.

બોગસ બિલિંગ કૌભાંડમાં સ્ટેટ જીએસટી દ્વારા ઉજાગર કરવામાં આવેલ આધાર ૨.૦ના આરોપી અને વ્યવસાયે સીએ સલીમ દૌલાની ગત ૨૨મી એપ્રીલના રોજ સ્ટેટ જીએસટી વિભાગની ટીમ દ્વારા ફિલ્મી ઢબે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઝડપાઈ ગયા બાદ તેને અમદાવાદ લઈ જઈ તેને ૨૩ એપ્રીલે કોર્ટમાં રજૂ કરી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીના ૩૦ એપ્રીલ સુધીના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા. મળતી વિગતો અનુસાર આરોપીએ ધરપકડ બાદ અને રિમાન્ડ દરમિયાન પુછપરછ વખતે છટકવાના ઘણાં નાટકો કર્યાં હતા. પરંતુ આરોપી વ્યવસાયે સીએ છે, તેની પાસે બોગસ બિલિંગના નેટવર્કને લઈને ઘણી મહત્વની વિગતો મળી શકવાની સંભાવના છે ત્યારે આજે તેના ૭ દિવસના રિમાન્ડ પૂર્ણ થયાં બાદ જીએસટીના અધિકારીઓ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેેના આગામી ૪થી મે સુધીના ૪ દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. બીજી તરફ મળતી વિગતો અનુસાર સ્ટેટ જીએસટી વિભાગને આરોપી પાસેથી ઘણી વિગતો તથા બોગસ બિલિંગને લઈને ઘણી મહત્વની કડીઓ હાથ લાગી છે અને તે દિશામાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ સંદર્ભે કોઈ નવા નામો ખુલે તો નવાઈ નહી.