બાહુબલી 3…: રાજામૌલીએ ચાહકોને આપી સરપ્રાઇઝ!

બાહુબલી 3...: રાજામૌલીએ ચાહકોને આપી સરપ્રાઇઝ!
બાહુબલી 3...: રાજામૌલીએ ચાહકોને આપી સરપ્રાઇઝ!

બાહુબલી અને બાહુબલી 2 ની શાનદાર સફળતા બાદ જો તમને એ જણાવવામાં આવે કે એકવાર ફરીથી બાહુબલીની વાપસી થઈ રહી છે તો તમારી પ્રતિક્રિયા શું હશે? ડાયરેક્ટર એસ એસ રાજામૌલીએ પોતાના તમામ બાહુબલી ચાહકોને એક મોટી સરપ્રાઈઝ આપી છે. ડાયરેક્ટરે પોતાની અપકમિંગ સિરીઝ ‘બાહુબલી ધ ક્રાઉન ઓફ બ્લડ’ની જાહેરાત કરી દીધી છે. જે બાદ ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે.

પ્રોડ્યુસર-ડાયરેક્ટર રાજામૌલીએ ગત સાંજે ઈન્સ્ટા સ્ટોરી અને ટ્વીટ દ્વારા પોતાની નવી સિરીઝ ‘બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ’નું એલાન કર્યું. તેણે એક વીડિયો શેર કર્યો, જેમાં આ સિરીઝને લઈને અપડેટ આપવામાં આવ્યું. આ સિરીઝની ખાસ વાત એ છે કે આ સંપૂર્ણરીતે એનિમેટેડ હશે. ‘બાહુબલી: ધ ક્રાઉન ઓફ બ્લડ’ની ઝલક શેર કરતાં રાજામૌલીએ એ પણ જણાવ્યું કે ટૂંક સમયમાં તેનું ટ્રેલર તમામની સામે હશે.

એસ એસ રાજામૌલીએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેના બેકગ્રાઉન્ડમાં સ્પષ્ટ રીતે બાહુબલીના સૂત્રો સંભળાઈ રહ્યાં છે. આ વીડિયોને શેર કરતા ડાયરેક્ટરે તેના કેપ્શનમાં લખ્યું છે કે ‘જ્યારે મહિષ્મતિના લોકો તેમનું નામ જપે છે તો બ્રહ્માંડની કોઈ પણ તાકાત તેમને પાછા ફરવાથી રોકી શકતી નથી. બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ, એક એનિમેટેડ સિરીઝનું ટ્રેલર ટૂંક સમયમાં જ આવશે!’ 

પહેલી ઝલક બાદ ચાહકોએ પ્રશ્ન પૂછ્યા

બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડની જાહેરાત બાદ ચાહકો ખૂબ એક્સાઈટેડ છે અને તેની કહાની જાણવા માટે પણ આતુર છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ સિરીઝની કહાની કેવી હશે. સિરીઝની સ્ટાર કાસ્ટને લઈને પણ કંઈ ખાસ જાણકારી સામે આવી નથી. સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટમાં લખી રહ્યાં છે, સુપર બાહુબલી, એક યૂઝરે પ્રશ્ન કર્યો કે શું આ નેટફ્લિક્સ પર આવશે.