ફી વગરની અને સ્કુલ ડ્રેસ પણ આપતી સરકારી શાળાનું 100% પરિણામ

ફી વગરની અને સ્કુલ ડ્રેસ પણ આપતી સરકારી શાળાનું 100% પરિણામ
ફી વગરની અને સ્કુલ ડ્રેસ પણ આપતી સરકારી શાળાનું 100% પરિણામ

શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ધો.10ના વિક્રમી પરિણામની સાથે રાજકોટ મહાપાલિકાની સરકારી શાળાએ સરકારી તંત્રનું ગૌરવ વધારતું પરિણામ આપ્યું છે. સરોજીની નાયડુ હાઇસ્કુલનું પરિણામ ફરી 100 ટકા આવ્યું છે. તો એકનાથ રાનડે વિદ્યાલયનું 93.10 ટકા આવ્યું છે. જોકે વીરસાવરકર વિદ્યાલયનું પરિણામ ફરી 20 ટકા અંદર જ રહ્યું છે. 

હાલ સ્પર્ધાત્મક શિક્ષણના યુગમાં બોર્ડના વર્ષમાં વાલીઓ ખાનગી શાળાઓ પાછળ લાખો રૂપિયાની ફી ખર્ચે છે.  ટયુશનનો પણ મોટો કારોબાર છે. પરિણામ પણ સારા આવે છે. પરંતુ તે સામે સંપૂર્ણ માન્યતાવાળા શિક્ષકોની ટીમ ધરાવતી સરકારી શાળાઓનું પરિણામ પણ નોંધપાત્ર આવી રહ્યું છે. દર વર્ષે વિદ્યાર્થીઓને મફત શિક્ષણ, પાઠય પુસ્તકો, સ્કુલ ડ્રેસ, શુઝ સહિતની ફ્રી સુવિધા, સ્કોલરશીપ સહિતના લાભો જયાં મળે છે તે શાળાઓ કમ નથી.

તેમાં પણ કોરોના કાળ બાદ વાલીઓના બજેટ કપાઇ ગયા છે. આવા સંજોગોમાં મનપા સહિતની સરકારી શાળાઓના પરિણામ સુધારવામાં આવે અને શિક્ષકો મહેનત વધારે તો ખાનગી શાળાઓની હરીફાઇ જરૂર કરી શકે તેવો મત છે. 

આજના પરિણામ અંગે મહાપાલિકાએ જાહેર કરેલી વિગત મુજબ શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલની તમામ 97 વિદ્યાર્થીનીઓ પાસ થતા સ્કુલનું પરિણામ 100 ટકા આવ્યું છે. રાજકોટ કેન્દ્રનું પરિણામ 8પ.ર3 ટકા છે.  સ્કુલની 11 વિદ્યાર્થીનીઓએ 1 થી 10 રેન્કમાં એ-1 ગ્રેડ મેળવ્યા છે. દિયા કાપડીયા 99.21 ટકા સાથે ટોપ પર છે.  

આજ રીતે શેઠ હાઇસ્કુલના પરિણામની વાત કરીએ તો 33માંથી 26 વિદ્યાર્થી પાસ થતા શાળાનું પરિણામ 78.78 ટકા આવ્યું છે. એ-2 ગ્રેડમાં 1, બી-1માં 8 અને બી-2માં પણ 8 છાત્ર સ્થાન પામ્યા છે. હાઇસ્કુલના  વિવેક ભુપતાણીને 9ર.પ8 પીઆર, ઉદય નિમાવતને 84.62, અમિત કોબીયાને 83.14 પીઆર આવ્યા છે. 

શાળાઓમાં એકનાથ રાનડે વિદ્યાલયનું પરિણામ સુધરીને 93.10 ટકા, મુરલીધર વિદ્યામંદિરનું 55.17 ટકા આવ્યું છે. મહારાણી લક્ષ્મીબાઇ ક્ધયા વિદ્યાલયનું પરિણામ 4 ટકા ઘટીને 4પ.9પ ટકા આવ્યું છે તો વીર સાવરકર વિદ્યાલયનું પરિણામ સતત ત્રીજા વર્ષે ર0 ટકા અંદર એટલે કે 19.23 ટકા જ આવ્યું છે.