ફટાકડા ફોડતા ભાઇ – બહેન ગંભીર રીતે દાઝી ગયા

ફટાકડા ફોડતા ભાઇ - બહેન ગંભીર રીતે દાઝી ગયા
ફટાકડા ફોડતા ભાઇ - બહેન ગંભીર રીતે દાઝી ગયા

 વડોદરા,શહેર નજીકના એક ગામમાં ફટાકડા ફોડતા ભાઇ – બહેન ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શહેર નજીકના રાભીપુરા ગામમાં ગઇકાલે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં લોકો ફટાકડા ફોડતા  હતા. વરઘોડો નીકળી ગયા પછી નાના બાળકો ત્યાં રમતા હતા. તે દરમિયાન ફૂટયા વગર રહી ગયેલા ફટાકડા ભાઇ અને બહેનને મળ્યા હતા.  ૬ વર્ષનો ભાઇ તથા  તેની ૧૨ વર્ષની બહેન ઘરની પાછળના ભાગે મળેલા ફટાકડા ફોડતા હતા. તે સમયે અચાનક ફટાકડો મોંઢા નજીક ફૂટતા તેઓ બંને દાઝી ગયા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બહેનના મોંઢા, માથા તથા આંખ પર સોજા આવી ગયા હતા. તેેની આંખો કાળી પડી ગઇ હતી. જ્યારે ભાઇને મોંઢાના ભાગે ઇજાના નિશાન છે. તેમજ ડાબા ગાલ પર વાગેલું છે. ભાઇને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.