પ્રભાસની ધી રાજા સાબમાં સંજય દત્તની ધમાકેદાર એન્ટ્રી

પ્રભાસની ધી રાજા સાબમાં સંજય દત્તની ધમાકેદાર એન્ટ્રી
પ્રભાસની ધી રાજા સાબમાં સંજય દત્તની ધમાકેદાર એન્ટ્રી

દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસ તેની આગામી ફિલ્મ કલ્કિ ૨૮૯૮ એડીઓને કારણે ચર્ચામાં છે. ફિલ્મની રજૂઆતમાં વારંવાર વિલંબ થયો હતો. તાજેતરમાં ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર થઈ હતી. હવે ફિલ્મ ૨૭ જૂને સમગ્ર વિશ્વના થિયેટરોમાં રિલીઝ કરવાનું નક્કી કરાયું છે.

દરમ્યાન પ્રભાસની ધી રાજા સાબ વિશે પણ એક રસપ્રદ અપડેટ જાણવા મળી છે. ફિલ્મમાં સંજય દત્તની એન્ટ્રી થઈ છે. તે આ ફિલ્મમાં એક મહત્વની ભૂમિકા ભજવશે. માનવામાં આવે છે કે ફિલ્મમાં સંજય દત્તના રોલમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળશે.

તેલુગુ ફિલ્મ ધી રાજા સાબ  સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર સંજય દત્ત આ ફિલ્મમાં એક અલગ જ લૂકમાં નજરે પડશે. ફિલ્મમાં સંજય દત્ત પ્રભાસના દાદાનો રોલ કરશે અને તે ભૂતની ભૂમિકામાં હશે. એમાં પણ ટ્વિસ્ટ હશે.

સંજય દત્તે હજી સુધી ધી રાજા સાબનું શૂટીંગ શરૂ નથી કર્યું. હાલ તે પુરી જગન્નાથના નિર્દેશનમાં બની રહેલી રામ પોથિનેની સાથે ડબલ આઈસ્માર્ટના શૂટીંગમાં વ્યસ્ત છે. તેનો શેડયુલ અતિશય ચુસ્ત હોવા છતાં માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ સંજય દત્ત પ્રભાસ સાથે શૂટીંગના સેટ પર હાજર થઈ જશે.

ઉલ્લેખનીય છે કે ધી રાજા સાબ એક પેન ઈન્ડિયા ફિલ્મ છે. આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર ધી રાજા સાબ એક હોરર કોમેડી ફિલ્મ છે. એમાં પ્રભાસ સાથે માલવિકા મોહનન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત એસ થમને તૈયાર કર્યું છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં રજૂ થશે. ફિલ્મનું ૪૦ ટકા શૂટીંગ પૂરુ થઈ ગયું છે.