પ્રતીક ગાંધીની સીરીઝમાં હેરી પોર્ટરનો અભિનેતા ટોમ ફેલ્ટન દેખાશે

પ્રતીક ગાંધીની સીરીઝમાં હેરી પોર્ટરનો અભિનેતા ટોમ ફેલ્ટન દેખાશે
પ્રતીક ગાંધીની સીરીઝમાં હેરી પોર્ટરનો અભિનેતા ટોમ ફેલ્ટન દેખાશે

હંસલ મહેતાની સીરીઝ ‘ગાંધી’માં હોલીવૂડ ફિલ્મ હેરી પોર્ટરના અભિનેતા ટોમ ફેલ્ટનની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી મહાત્મા ગાંધીની ભૂમિકામાં જોવા મળવાનો છે. 

ફિલ્મ સર્જક હંસલ મહેતાએ જાતે ટોમ ફેલ્ટનની એન્ટ્રીની માહિતી આપી હતી. આ સીરીઝમાં આ ઉપરાતં અન્ય સંખ્યાબંધ વિદેશી કલાકારો ેકામ કરી રહ્યા છે. 

આ સીરીઝ રામચંદ્ર  ગુહાના પુસ્તક ‘ગાંધી બીફોર ઈન્ડિયા’ તથા ‘ગાંધીઃ ધી યર્સ ધેટ ચેન્જ્ડ ધી વર્લ્ડ’ પર આધારિત છે. 

ગાંધી સીરીઝનું નિર્માણ આંતરરાષ્ટ્રીય સ્તર પર થઇ રહ્યું છે. ભારતનાં અનેક શહેર તથા વિદેશનાં લોકેશન્સ પર પણ તેનું શૂટિંગ થઈ રહ્યું છે.