પોલીસે મહિલા સહિત એક શખ્સને પાંચ જિલ્લામાંથી હદપાર કર્યા

 પોલીસે મહિલા સહિત એક શખ્સને પાંચ જિલ્લામાંથી હદપાર કર્યા
 પોલીસે મહિલા સહિત એક શખ્સને પાંચ જિલ્લામાંથી હદપાર કર્યા

લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામા મુજબ ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા લોકો પર અંકુશમાં લાવવા સખત પગલા લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ગુનાઓ કરીને નાસતા ફરતા શખ્સો સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે.

જેના કારણે એક પછી એક આરોપીઓને પકડવા પોલીસ સક્રિય બની છે. ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા મહિલા સારૂબેન જુમ્માભાઈ ભટ્ટી અને વલ્લભભાઈ લખમણભાઇ સોરાણીને ઝડપી પાડી તેમની ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાન પર લઈ તેઓને 5 જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા હતા.