પૂર્વી તાઇવાનમાં ભીષણ ટ્રેન અકસ્માત: 36 લોકોનાં મોત, 72 ઈજાગ્રસ્ત

તાઇવાન-ટ્રેન અકસ્માત
તાઇવાન-ટ્રેન અકસ્માત

રેલ્વે ટ્રેક પરથી ઉતર્યા પછી સુરંગની દિવાલ સાથે ધડાકેભેર ટ્રેન અકસ્માત

Subscribe Saurashtra Kranti here

તાઇવાનમાં એક મોટી ટ્રેન અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૬ લોકો માર્યા ગયા છે અને ૭૨થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના શુક્રવારે ૨ એપ્રિલે બની હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેન અકસ્માત એક ટ્રકથી ટકરાયા બાદ પાટા પરથી ઉતરી ગઇ હતી. તાઇવાનની સરકારે જણાવ્યુ કે ઘટનામાં ટ્રેનના ડબ્બા પુરી રીતે કડડાઇ ગયા છે, જેને કારણે રાહત કાર્યમાં તકલીફ થઇ રહી છે.

તાઇવાનના ફાયર ડિપાર્ટમેન્ટે નિવેદન જાહેર કરી કહૃાુ કે ટ્રેન તાઇતુંગ શહેર તરફ જઇ રહી હતી. રસ્તામાં એક સુરંગમાંથી પસાર થતા આ દૃૂર્ઘટના સર્જાઇ હતી. ફાયર ડિપાર્ટમેન્ટ અનુસાર, દૃૂર્ઘટનાના સમયે ટ્રેનમાં આશરે ૩૫૦ લોકો સવાર હતા. બચાવ કાર્ય કરવામાં આવી રહૃાુ છે.

વિભાગે જણાવ્યુ કે ટ્રેનના શરૂના ચાર ડબ્બામાંથી ૮૦થી ૧૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ પાંચમા ડબ્બાથી આઠમા ડબ્બામાં રેસક્યૂ ઓપરેશન કરવુ મુશ્કેલ બની ગયુ છે. કારણ કે ઘટનામાં આ ડબ્બાને વધુ નુકસાન થયુ છે. તાઇવાનના પરિવહન મંત્રાલયે માર્યા ગયેલા લોકોની સંખ્યાના હિસાબથી ૩ દાયકાની સૌથી મોટી રેલ દૃૂર્ઘટના ગણાવી છે.

તાઇવાનની સરકારી ન્યૂઝ એજન્સી સીએનએએ જણાવ્યુ કે ટ્રેનના રસ્તામાં એક ટ્રક યોગ્ય રીતે પાર્ક નહતો, તેને શંકા વ્યક્ત કરી છે કે ટ્રક ટ્રેનના રસ્તામાં આવી ગયો હતો, તેને ટકરાઇને ટ્રેન ડીરેલ થઇ ગઇ અને તેના કેટલાક ડબ્બા સુરંગની દીવાલ સાથે ટકરાયા હતા. સમાચાર અનુસાર ફાયર ડિપાર્ટમેન્ટે એક તસવીર પણ જાહેર કરી છે, જેમાં ટ્રકના અવશેષ ટ્રેનની નજીક પડેલા જોવા મળે છે.

Read About Weather here

તાઇવાનમાં આ પહેલા પણ આવી દૃૂર્ઘટના સર્જાઇ ચુકી છે. વર્ષ ૨૦૧૮માં ઉત્તર-પૂર્વી તાઇવાનમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી, તે દૃૂર્ઘટનામાં ૧૮ લોકો માર્યા ગયા હતા અને ૧૭૫ ઘાયલ થઇ ગયા હતા. શુક્રવારની દૃૂર્ઘટના પણ આ રીતની છે. આ દૃૂર્ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here