પુષ્પા 2 નું પહેલું ગીત થયું રિલીઝ ફેન્સને મળ્યા નવા સ્ટેપ

પુષ્પા 2 નું પહેલું ગીત થયું ફેન્સને મળ્યા નવા સ્ટેપ
પુષ્પા 2 નું પહેલું ગીત થયું ફેન્સને મળ્યા નવા સ્ટેપ

થોડા જ મહિનામાં ‘પુષ્પા 2’ માટે ચાહકોની રાહ પૂરી થવા જઈ રહી છે. આ ફિલ્મ ઓગસ્ટમાં રીલિઝ થવા જઈ રહી છે. તે પહેલા મેકર્સે લોકોમાં ફિલ્મને લઈને ક્રેઝ બનાવવાનું શરૂ કરી દીધું છે. તેનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે, જેના કેટલાક સ્ટેપ્સ ચર્ચામાં છે.

જ્યારે અલ્લુ અર્જુનનો ડિસેમ્બર 2021માં ‘પુષ્પા’નો પહેલો ભાગ આવ્યો હતો, ત્યારે તે ફિલ્મે દરેક જગ્યાએ ઘણી ચર્ચા બનાવી હતી. લોકોને આ મુવી ઘણી પસંદ આવી હતી. ફિલ્મે સારી કમાણી કરી હતી. લોકોને તેના ગીતો પણ પસંદ આવ્યા હતા. પરંતુ જો કોઈ વાતની સૌથી વધુ ચર્ચા થઈ હતી, તો તે હતી ‘દાઢી પર હાથ ફેરવવાની સ્ટાઈલ’ અને તેની સાથે એક ડાયલોગ હતો કે, ‘ઝુકેગા નહીં.’

હવે બધા આ ફિલ્મના બીજા ભાગની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ‘પુષ્પા 2’ 15 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે, પરંતુ તે પહેલા પણ મેકર્સ પોતાની ફિલ્મનો જાદુ લોકો પર ફેલાવવા માગે છે. અલ્લુ અર્જુનના જન્મદિવસના અવસર પર નિર્માતાઓએ એક નાનો ટીઝર વીડિયો રિલીઝ કર્યો હતો અને હવે આ ફિલ્મનું પહેલું ગીત 1 મેના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે.

ગીતના શબ્દો છે ‘પુષ્પા પુષ્પા’. હવે આ ગીત સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગયું છે. આ ગીતમાં કેટલાક સ્ટેપ્સ પણ છે જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

  1. ચાય સ્ટેપ- વાસ્તવમાં લોકો આ ફિલ્મના હૂક સ્ટેપને પણ પસંદ કરી રહ્યા છે. પરંતુ ગીતના વીડિયોમાં એક સીન છે, જ્યાં અલ્લુ અર્જુન ચાનો ગ્લાસ લે છે અને તેને 360 ડિગ્રી ફેરવીને ડાન્સ કરે છે. તેની આ સ્ટાઇલની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાઈ સ્ટેપના નામથી થઈ રહી છે.
  2. ફોન સ્ટેપ- ગીતમાં એક બીજો સીન છે, જેમાં તે ડાન્સ કરી રહ્યો છે અને ફોન ઉપાડીને કહે છે, “લાઈન પર હૈ.” આમ કહીને તેણે પોતાનો ડાન્સ ચાલુ રાખે છે. લોકો તેમની આ સ્ટાઇલને પણ પસંદ કરી રહ્યા છે.
  3. શૂ ડ્રોપ સ્ટેપ- અલ્લુ અર્જુન જે રીતે પોતાના પગ જમીન પર મૂકે છે અને કારમાંથી નીચે ઉતરે છે, અલ્લુ અર્જુનના ફેન્સને પણ આ બધી સ્ટાઇલ પસંદ આવી રહી છે. લોકો તેમના આ સ્ટેપને શૂ ડ્રોપ સ્ટેપ કહી રહ્યા છે.