પુષ્પા ટૂ પછી હજુ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટૂ પછી હજુ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટૂ પછી હજુ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

‘પુષ્પા’ ફિલ્મનો બીજો ભાગ આવતા ઓગસ્ટમાં રીલીઝ થવાનો છે પરંતુ તે પછી હજુ ત્રીજો ભાગ પણ આવશે એવા સંકેત ખુદ ફિલ્મના હિરો અલ્લુ અર્જુન દ્વારા આપવામાં આવ્યો છે. 

પહેલો ભાગ ‘પુષ્પા ધી રાઈઝ’ના ટાઈટલથી રીલીઝ થયો હતો. બીજો ભાગ ‘પુષ્પા ધી રુલ’ના ટાઈટલથી આવી રહ્યો છે. બીજા ભાગમાં મુખ્યત્વે અલ્લુ અર્જુન અને ફહાદ ફસીલ વચ્ચેની ટક્કર જોવા મળશે તેવો સંકેત પહેલા ભાગના ક્લાઈમેક્સના આધારે મળ્યો છે.

જોકે, ત્રીજા ભાગની સ્ટોરી વિશે હજુ અટકળો સેવાય છે. અલ્લુ અર્જુને એક વાતચીતમાં કહ્યું હતું કે ‘પુષ્પા’નો ત્રીજો ભાગ આવશે એ નક્કી છે. અમે આ ફિલ્મને એક વિસ્તૃત ફ્રેન્ચાઈઝીમાં  રુપાંતરિત કરી રહ્યા છીએ. અમારી પાસે ઘણા સ્ટોરી આ

આઇડિયાઝ છે અને આ યુનિવર્સ હજુ વિસ્તરતું જશે. 

અલ્લુ અર્જુને આપેલા સંકેતને જોતાં ત્રીજા ભાગમાં ‘પુષ્પા’માં વધુ સ્ટાર્સનો કાફલો ઉમેરાઈ શકે છે. 

‘પુષ્પા’નો બીજો ભાગ  ધાર્યા કરતાં મોડો આવી રહ્યો છે. અગાઉ   ફિલ્મ સર્જકોને ફિલ્મનાં કેટલાક દૃશ્યોથી સંતોષ ન થતાં તેમણે સમગ્ર સિક્વલનું ફરીથી શૂટિંગ કરાવ્યું હતું. તે પછી અલ્લુ અર્જુન પોતાની તબિયતના કારણોસર શૂટિંગમાં ભાગ લઈ શક્યો ન હતો. આ બધાં કારણોસર શૂટિંગ ઠેલાતું રહ્યું હતું. 

જોકે, હવે ફિલ્મને આગામી ઓગસ્ટમાં રીલીઝ કરવાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે.