પાકિસ્તાન સામે ટી20 સિરીઝને કારણે ઇંગ્લેન્ડના ખેલાડીઓ પ્લે ઓફ નહિ રમી શકે

 પાકિસ્તાન સામે ટી20 સિરીઝને કારણે ઇંગ્લેન્ડના ખેલાડીઓ પ્લે ઓફ નહિ રમી શકે
 પાકિસ્તાન સામે ટી20 સિરીઝને કારણે ઇંગ્લેન્ડના ખેલાડીઓ પ્લે ઓફ નહિ રમી શકે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં ભાગ લઈ રહેલા ઈંગ્લેન્ડના ઘણા સ્ટાર પ્લેઓફ માટે ઉપલબ્ધ રહેશે નહીં. IPL પ્લેઓફ મેચો 21 મેથી રમવાની છે, જ્યારે ઈંગ્લેન્ડે 22 મેથી પાકિસ્તાન સામે 4 T-20 મેચોની શ્રેણી રમવાની છે. આ કારણોસર ઘણા ખેલાડીઓ સિરીઝ રમવા માટે ઈંગ્લેન્ડ પરત ફરશે.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ કહ્યું કે, આગામી ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2024 માટે પસંદ કરાયેલા તમામ ખેલાડીઓ પાકિસ્તાન સામેની T-20 શ્રેણી માટે ઉપલબ્ધ હોવા જોઈએ. ટીમમાં પસંદગી પામેલા ખેલાડીઓ ઈંગ્લેન્ડ પરત ફરશે.

21 તથા 22 મે ના અમદાવાદમાં કવોલીફાયર અને એલીમીનેટર રમાશે જ્યારે 24 અને 26 મે ના ચેન્નાઈમાં રમાશે  કવોલીફાયર 2 અને ફાઇનલ. આઠ અંગ્રેજ ખેલાડીઓ IPL પ્લેઓફમાં ચૂકી જશે  

આઠ અંગ્રેજ ખેલાડીઓ છે જેઓ ઇંગ્લેન્ડની ટીમમાં હોવા ઉપરાંત, IPL પણ રમી રહ્યા છે. તેમાં જોસ બટલર (રાજસ્થાન રોયલ્સ), મોઈન અલી (ચેન્નઈ સુપર કિંગ્સ), જોની બેરસ્ટો, સેમ કુરાન, લિયામ લિવિંગ્સ્ટન (ત્રણ પંજાબ કિંગ્સ), વિલ જેક્સ, રીસ ટોપલી (બંને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) અને ફિલ સોલ્ટ (કોલકાતા નાઈટ રાઈડર્સ) સામેલ છે.

આ તમામ ખેલાડીઓ આઈપીએલના પ્લેઓફમાં ચૂકી જશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે 4 T-20 મેચોની સિરીઝ પણ રમશે. શ્રેણીની મેચો 22 મેથી 28 મે સુધી રમાશે. શ્રેણીની તમામ મેચો માત્ર ઈંગ્લેન્ડમાં જ યોજાશે.