પલટી ખાઇ ગયેલી કારમાંથી 11.03 લાખનો અફીણનો જથ્થો ઝડપાયો

લીમખેડા તાલુકાના વટેડા ગામની સીમના માર્ગ ઉપર ગતરોજ સાંજે રેલિંગ સાથે એક કાર અથડતા પલટી ખાઇ ગઇ હતી.કારમાંથી રૂ.૧૧ લાખથી વધુનો ૩૬૭,૮૬૦ કીલો અફિણના જીંડવા(પોષડોડા)નો મોટાપ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

વટેડા ગામ પાસે દાહોદ-ગોધરા હાઇવે પર ગઈકાલે સાંજે એક કાર રસ્તાની બાજુમાં રેલીંગ સાથે અથડાઈને રસ્તાથી દસેક ફૂટ દૂર ઝાડી ઝાખરામાં પલટી ખાઈ ગઈ હતી.પોલીસે સ્થળ પર જઈ ગાડીની તલાસી લેતા ગાડીમાં અફીણના જીંડવા (પોષડોડા) ભરેલા  ૨૦ જેટલા  પ્લાસ્ટિકના  થેલા  મળી આવ્યા હતા . તેનું વજન ૩૬૭.૮૬૦ કીલો થયું હતું.જેની એક કિલોની રૂ. ૩૦૦૦ લેખે કુલ ૩૬૭.૮૬૦ કિલો અફીણની રૂ.  ૧૧,૦૩,૫૮૦ ની કિંમત આંકવામાં આવી હતી.

Read National News : Click Here

લીમખેડા નજીક અજાણી વ્યક્તિ નંબર વિનાની કારમાં અફીણના જીંડવા (પોષડોડા)નો જથ્થો ભરીને વટેડા ગામ પાસે પસાર થઇ રહ્યો હતો.તે સમયે કાર પૂરઝડપે હંકારી લાવી ચાલકે માર્ગની સાઇડમાં આવેલી લોખંડની રેલિંગ સાથે અથડાઇ જતાં કાર  પલટી ખાઇ ગઇ જતાં સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો. લીમખેડા નજીક અજાણી વ્યક્તિ નંબર વિનાની કારમાં અફીણના જીંડવા (પોષડોડા)નો જથ્થો ભરીને વટેડા ગામ પાસે પસાર થઇ રહ્યો હતો.તે સમયે કાર પૂરઝડપે હંકારી લાવી ચાલકે માર્ગની સાઇડમાં આવેલી લોખંડની રેલિંગ સાથે અથડાઇ જતાં કાર  પલટી ખાઇ ગઇ જતાં સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here