પત્‍નીએ વોટ્‍સએપમાં અન્‍ય યુવતીઓ સાથે વાત કરવાની પાડી ના, પતિએ આપ્‍યા તલાક

પત્‍નીએ વોટ્‍સએપમાં અન્‍ય યુવતીઓ સાથે વાત કરવાની પાડી ના, પતિએ આપ્‍યા તલાક
પત્‍નીએ વોટ્‍સએપમાં અન્‍ય યુવતીઓ સાથે વાત કરવાની પાડી ના, પતિએ આપ્‍યા તલાક

શહેરના વેજલપુર વિસ્‍તારમાં ફરવા ગયા ત્‍યારે પત્‍નીએ પતિના ફોટા પાડતા તે ઉશ્‍કેરાઇ ગયો હતો અને બોલાચાલી ઝઘડો કર્યો હતો. બાદમાં તેને દહેજમાં રૂપિયાની માંગણી લઇને ગડદાપાટુનો માર મારતા અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતાં. મહિલા તેના પતિના વોટ્‍સઅપમાં તે અન્‍ય યુવતીઓ સાથે વાતચીત કરતો હોવાનું જાણવા મળતા જ તેનો પતિ ઉશ્‍કેરાઇ ગયો હતો. અને તલ્લાક આપી દેતા મહીલાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

શહેરના ફતેવાડી વિસ્‍તારમાં રહેતી મહિલાએ તેના પતિ, સાસુ-સસરા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહિલાનો આરોપ છે કે, તેના લગ્ન બાદ તેના સાસરિયાએ તેને એક મહિના સુધી સારી રીતે રાખી હતી. તે તેના પતિ સાથે બહાર ફરવા માટે ગઇ ત્‍યારે તેણે તેના અને પતિના ફોટા પાડ્‍યા હતાં. પરંતુ તેના પતિએ તું કેમ ફોટા પાડે છે તેમ કહીને તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. આ બાબતની જાણ મહિલાના પતિએ તેની માતાને કરતા તેણે કહ્યું હતું કે, ના પાડવા છતા પણ તું કેમ ફોટા પાડે છે. ત્‍યારથી તેના સાસુ સસરા ઘરકામમાં નાના નાના વાંક કાઢીને તેની સાથે બોલાચાલી ઝઘડો કરતા હતાં.

તેનો પતિ પણ તેને ગડદાપાટુનો માર મારીને શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. મહિલા પ્રેગનેન્‍ટ થતાં તેના સાસુએ તેને કહ્યું હતું કે, હવે તું પ્રેગનેન્‍ટ છે અને તું દહેજમાં કંઇ લાવેલ નથી એટલે તારે દવાખાનાનો ખર્ચો થશે. તારા માતા પિતા પાસેથી એક લાખ રૂપિયા લઇને આવજે. ત્‍યાં સુધી ઘરે પરત આવતી નહીં. તેમ કહીને ઘરમાંથી કાઢી મુકી હતી. દીકરીનો ઘર સંસાર બગડે નહી તે માટે મહિલાના પિતાએ તેને એક લાખ રૂપિયા આપ્‍યા હતાં. ત્‍યાર બાદ થોડા સમય માટે તેને સારી રીતે રાખી હતી.

મહિલાએ પુત્રને જન્‍મ આપ્‍યા બાદ તેના સાસરિયાએ તેની પાસેથી વધુ રૂપીયાની માંગણી કરી હતી. તેને ગડદાપાટુનો માર મારીને ઘરમાંથી કાઢી મુકી હતી. મહિલાના પિતાએ રૂપિયા દોઢ લાખની સગવડ કરી આપતા તે પરત સાસરીમાં રહેવા માટે ગઇ હતી. પાંચેક મહિના પહેલા તેના પતિનું વોટ્‍સઅપ જોતા જાણવા મળ્‍યું હતું કે, તે બીજી યુવતીઓ સાથે વાતચીત કરે છે. મહિલાએ તેના પતિને આ બધુ બંધ કરવાનું કહેતા તેના પતિએ ગુસ્‍સે થઇ ત્રણ વખત તલ્લાક તલ્લાક તલ્લાક કહીને તલ્લાક આપી દીધા હતાં. જે બાબતની જાણ મહિલાએ પોલીસને કરતાં વેજલપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.