નવી કાર પર જે દીકરીના પગલા પડાવ્યા હતા માત્ર તે જ બચી, માતા-પિતા સહિત પરિવારના 6 સભ્યોના મોત

નવી કાર પર જે દીકરીના પગલા પડાવ્યા હતા માત્ર તે જ બચી, માતા-પિતા સહિત પરિવારના 6 સભ્યોના મોત
નવી કાર પર જે દીકરીના પગલા પડાવ્યા હતા માત્ર તે જ બચી, માતા-પિતા સહિત પરિવારના 6 સભ્યોના મોત

રાજસ્થાનના સીકરમાં નવી કાર લઈને નીકળેલો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. જેમાં એક જ પરિવારના પાંચ લોકો તથા એક મિત્ર પણ કાળનો કોળિયો બની ગયા હતા. એક જ કારમાં આઠ લોકો ગણેશજીના દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો. જેમાં બે બાળકોનો જીવ બચી ગયો હતો. જ્યારે આ બાળકોના માતા-પિતા સહિત છ લોકોના નિધન થયા હતા.

અહેવાલો અનુસાર, રવિવારે (પાંચમી મે) સવારે સવાઈ માધોપુર જિલ્લામાં સ્થિત રણથંભોર ગણેશજીના દર્શને જઈ રહેલા પરિવારની કારને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. કારમાં સવાર આઠમાંથી છ લોકોના મોત થયા હતા. બંને બાળકો જયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, પરિવારે કાર ખરીદીને માત્ર દસ દિવસ જ થયા હતા, નવી કાર પર જે દીકરીના પગલા પડાવ્યા હતા તેમનો જીવ બચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના જબલપુરમાં ટ્રેક્ટર પલટી જતા 5 બાળકોના મોત થયા હતા. જ્યારે બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 18 વર્ષીય ટ્રેક્ટર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ પર પલટી ગયું હતું.