પરીક્ષાની તૈયારી માટે સેવાઓ પૂરી પાડતી રાષ્ટ્રની અગ્રણી સંસ્થા આકાશ બાયજુસે આજે તેની લોકપ્રિય અને વ્યાપકપણે માંગ ધરાવતી અગઝઇંઊ (આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ એક્ઝામ) 2023 ની 14મી આવૃત્તિનું અનાવરણ કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ અગ્રણી વાર્ષિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓ માટે 100 ટકા સુધીની શિષ્યવૃત્તિ અને નોંધપાત્ર રોકડ પુરસ્કાર મેળવવાની તક પૂરી પાડે છે. મેડિસિનથી લઈને એન્જીનિયરીંગમાં આશાસ્પદ ભવિષ્યનું સ્વપ્ન પૂરું કરવામાં યુવાનોને સશક્ત બનાવવા માટે અગઝઇંઊ 2023 સફળતા માટેના ઉત્કૃષ્ટ માર્ગ બનવા માટે વચનબદ્ધ છે.અગઝઇંઊ શિષ્યવૃત્તિ મેળવનારાઓ આકાશમાં નોંધણી કરાવી શકે છે અને નીટ, જેઇઇ, સ્ટેટ સીઇટી, શાળા / બોર્ડ પરીક્ષાઓ તેમજ એનટીએસઇ અને ઓલિમ્પિયાડ્સ જેવી સ્પર્ધાત્મક શિષ્યવૃત્તિ સહિતની વિવિધ પરીક્ષાઓની તૈયારી માટે નિષ્ણાત માર્ગદર્શન અને પરામર્શ મેળવી શકે છે. એન્થે 2023ની પરીક્ષા 7 થી 15 ઓક્ટોબર, 2023 દરમિયાન ભારતના 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને મોડમાં થશે. 100 ટકા સુધીની શિષ્યવૃત્તિ ઉપરાંત ટોચના સ્કોરર્સને રોકડ પુરસ્કાર પણ મળશે.
તમામ પરીક્ષાના દિવસો દરમિયાન ઓનલાઇન પરીક્ષા સવારે 10 થી 9 દરમિયાન યોજાશે, જ્યારે ઓફલાઇન પરીક્ષાઓ 8 અને 15 ઓક્ટોબર, 2023 ના રોજ બે શિફ્ટમાં લેવામાં આવશે: દેશભરના આકાશ બાયજુસના તમામ 315+ કેન્દ્રો પર સવારે 10:30 થી 11:30 અને સાંજે 4 થી 4 વાગ્યે -5 કલાકે વિદ્યાર્થીઓ તેમને અનુકૂળ એક કલાકનો સ્લોટ પસંદ કરી શકે છે.એન્થે એક કલાકની કસોટી હશે જેમાં કુલ 90 ગુણ હશે અને તેમાં વિદ્યાર્થીઓના ગ્રેડ અને પ્રવાહ પ્રમાણે 40 બહુવિધ પસંદગીના પ્રશ્ર્નોનો સમાવેશ થશે. ધોરણ-7થી 9ના વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ર્નોમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિત અને બૌદ્ધિક ક્ષમતા જેવા વિષયોને આવરી લેવામાં આવશે. મેડિકલ શિક્ષણ માટે ઇચ્છુક 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ર્નોમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને બૌદ્ધિક ક્ષમતાને આવરી લેવામાં આવશે, જ્યારે તે જ વર્ગના એન્જિનિયરિંગ પ્રવાહના ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ર્નોમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિક અને બૌદ્ધિક ક્ષમતાને આવરી લેવામાં આવશે. એ જ રીતે, 11મા ધોરણના વિદ્યાર્થીઓ કે જેઓ નીટનું લક્ષ્ય રાખે છે, તેમના માટે પ્રશ્ર્નોમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રને આવરી લેવામાં આવશે, જ્યારે એન્જિનિયરિંગના ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે તેઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતને આવરી લેશે.
Read About Weather here
એન્થે 2023 માટે એન્રોલમેન્ટ ફોર્મ ભરવાની કરવાની છેલ્લી તારીખ ઓનલાઇન પરીક્ષા શરૂ થવાના ત્રણ દિવસ પહેલા અને ઓફલાઇન પરીક્ષાના સાત દિવસ પહેલા છે. પરીક્ષા ફી ઓફલાઇન મોડ માટે 100 રૂપિયા અને ઓનલાઇન મોડ માટે વિનામૂલ્યે છે.ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે એન્થે 2023 નું પરિણામ 27 ઓક્ટોબર, 2023 ના રોજ જાહેર કરવામાં આવશે. ધોરણ 7થી 9ના વિદ્યાર્થીઓ માટે 3 નવેમ્બરના રોજ અને ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે 8 નવેમ્બરના રોજ પરિણામો અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here