ધોનીના રોકાણ સાથેની ચીન બાદની સૌથી મોટી ઈ-સાયકલ ફેકટરી તૈયાર

ધોનીના રોકાણ સાથેની ચીન બાદની સૌથી મોટી ઈ-સાયકલ ફેકટરી તૈયાર
ધોનીના રોકાણ સાથેની ચીન બાદની સૌથી મોટી ઈ-સાયકલ ફેકટરી તૈયાર

ટીમ ઈન્ડીયાના સૌથી સફળ કપ્તાનોમાં સ્થાન ધરાવનાર તથા આઈપીએલમાં પણ ચેન્નઈ સુપરકીંગ માટે ચેમ્પીયનશીપમાં રેકોર્ડ સર્જનાર મહેન્દ્રસિંઘ ધોનીના રોકાણ સાથેની ઈ-સાયકલ ગીગા ફેકટરી તૈયાર છે અને વર્ષે પાંચ લાખ ઈ-સાયકલ બનાવવા માટે સ્થપાયેલી આ ફેકટરી ટુંક સમયમાં ઉત્પાદન શરૂ કરશે.

પુનામાં 2.40 લાખ સ્કવેર ફુટમાં આ ફેકટરીનું બિલ્ડીંગમાં પ્રથમ તબકકાનું કામ પુરુ થયુ છે. મહેન્દ્રસિંઘ ધોનીએ ગત મહિને તેમાં રોકાણ કર્યુ હતું અને તે 600 લોકોને રોજગારી આપશે. તેને ગીગા ફેકટરી તરીકે ઓળખવામાં આવી છે. ચીન બહાર દક્ષિણ એશિયાની તે સૌથી મોટી ઈ-સાયકલ ફેકટરી છે અને તે ચાર તબકકામાં તૈયાર થશે.

આ ફેકટરી ઈ-સાયકલ માટે બેટરી, અન્ય ભાગો અને ચાર્જર ડિસપ્લે સહિત સાયકલના ભાગોનું ખુદ ઉત્પાદન કરશે. ઈમોટોરાડ’સ ભવિષ્યમાં ઈ-બાઈકનું ઉત્પાદનની પણ યોજના કરી રહી છે તથા તેના ઈ-સાયકલની રેન્જ પણ મોટી હશે. આ ઈ-સાયકલ માટે યુરોપ અને ઉતર અમેરિકામાં મોટું બજાર છે અને તેથી તેની નિકાસ માટે પણ વિશાળ તક છે.