દારૂ પીવા પૈસા ન આપતા પિતાએ પુત્રને છરી ઝીંકી

દારૂ પીવા પૈસા ન આપતા પિતાએ પુત્રને છરી ઝીંકી
દારૂ પીવા પૈસા ન આપતા પિતાએ પુત્રને છરી ઝીંકી

કચ્‍છના આદિપુરમાં ઓમ મંદિર પાછળ ઝુંપડપટ્ટીમાં રહેતાં દીનુભા ગોવિંદજી જાડેજા નામના શખ્‍સ એ દારૂ પીવા પત્‍ની પાસેથી પૈસા માંગ્‍યા હતા. દરમ્‍યાન પત્‍નીએ પૈસા નથી એવું કહેતા ઉશ્‍કેરાયેલા દિનુભાએ પત્‍નીને મારવા લેતાં પુત્ર વચ્‍ચે પડ્‍યો હતો.

જોકે, માતાને બચાવવા વચ્‍ચે પડેલા યુવાન પુત્ર પ્રદીપ ઉપર પિતા દીનુભાએ છરી વડે હુમલો કરી પીઠમાં છરી ભોંકી દીધી હતી. ઘવાયેલા પુત્રને ભુજમાં સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. પોલીસે ફરિયાદ નોંધી નશેડી પિતાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.