ડોકટરોને પણ અચંબામાં મૂકી દીધા..!

ડોકટરોને પણ અચંબામાં મૂકી દીધા
ડોકટરોને પણ અચંબામાં મૂકી દીધા

 બિહારના કિશનગંજમાં એક એવો કિસ્‍સો બહાર આવ્‍યો છે જેણે ડોક્‍ટરો સહિત તમામને અચરજમાં મૂકી દીધા છે. આ મહિલાને પ્રસૂતીની પીડા ઉપડી અને તે ખાનગી હૉસ્‍પિટલમાં દાખલ થી હતી. ડોક્‍ટરોએ જ્‍યારે તેની ડિલિવરી કરી ત્‍યારે મહિલાએ એક પછી એક એમ પાંચ બાળકોને જન્‍મ આપ્‍યો. ડોક્‍ટરો પણ થોડા સમય માટે અચંબામાં મૂકાઈ ગયા હતા.

આ ઘટના કિશનગંજના કનકપુર પંચાયતના જાલ મિલિક ગામની છે. મહિલાનું નામ તાહિરા બેગમ છે. તે ૨૭ વર્ષની છે અને પહેલેથી જ એક દીકરાની માતા છે. તે ફરી ગર્ભવતી થઈ અને તેને પ્રસૂતીની પીડા ઉપડતા તે ખાનગી હૉસ્‍પિટલમાં દાખલ થઈ હતી. અહીં તેણે પાંચ દીકરીને જન્‍મ આપ્‍યો છે અને મહિલા તેમ જ દીકરીઓની તબિયત સારી હોવાનું ડોક્‍ટરોએ જણાવ્‍યું હોવાનું એક અહેવાલ કહે છે.

આ ઘટનાની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. મોટે ભાગે માતા જોડીયા કે વધારેમાં વધારે ત્રણ બાળકોને જન્‍મ આપતી હોય છે ત્‍યારે એકસાથે પાંચ સંતાનને જન્‍મ આપે તેવી ઘટના કયારેક જ બનતી હોય છે. રાજસ્‍થાનના જેસલમેરમાં એક મહિલાએ ચાર સંતાનને એક સાથે જન્‍મ આપ્‍યો છે.