ટાંકી સાફ કર્યા બાદ યુવાનને ચક્કર આવ્યા : જમીન પર પટકાતા મોત

ટાંકી સાફ કર્યા બાદ યુવાનને ચક્કર આવ્યા : જમીન પર પટકાતા મોત
ટાંકી સાફ કર્યા બાદ યુવાનને ચક્કર આવ્યા : જમીન પર પટકાતા મોત

વડોદરામાં પ્રચંડ ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે આ સાથે ગરમીની અસર માનવ જિંદગી પર પણ વર્તાઈ રહી છે.

વડોદરા શહેર નજીક આવેલા ભાયલીમાં અર્થ એલિઝિયમ એપાર્ટમેન્ટની પાણીની ટાંકી સાફ કરવા માટે 48 વર્ષનાં જગદીશ હીરાભાઈ હરીજન રહે.લક્ષ્મીનગર, સયાજીપાર્ક અન્ય મજૂરો સાથે ગયા હતા. બપોરના દોઢ વાગે અગાસીની ટાંકી સાફ કર્યા બાદ એપાર્ટમેન્ટની નીચે આવીને જગદીશભાઈ ઉભા હતા તે વખતે અચાનક ચક્કર સાથે હાર્ટ એટેક આવતા જમીન પર નીચે પડી ગયા હતા. તેમને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.