અત્યારની પરિસ્થિતિ જોઇને યુદ્ધ સમાપ્ત થાય તેવું લાગતું નથી. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ પોતાના દરેક દુશ્મનો સામે બદલો લેવાની જાહેરાત કરી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. બંને દેશોને જાન-માલનું ભારે નુકસાન થઈ રહ્યું છે. આક્રમણ કરી રહેલા રશિયાએ સતત મિસાઈલો છોડીને ઘણા યુક્રેનિયન શહેરોને ખંડેરમાં ફેરવી દીધા છે, તો યુક્રેને પણ તેના હજારો સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે.ઝેલેન્સ્કીએ પોતાના નવા નિવેદનમાં કહ્યું કે આજે એક પરિવારના ચાર સભ્ય માતા-પિતા અને બે બાળકો ઈરપિનમાં મૃત્યુ પામ્યા.
Visit Saurashtra Kranti Homepage here
રશિયન હુમલાઓ સહન કરી રહેલા ઝેલેન્સ્કીએ ભડકીને કહ્યું અમે માફ નહીં કરીએ અને અમે ભૂલીશું પણ નહીં.રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આગળ કહ્યું કે આ યુદ્ધમાં ક્રૂરતા ફેલાવનાર દરેક લોકોને સજા અપાશે. અમે દરેક હુમલાખોરોને શોધીશું જે અમારા શહેરો અને લોકો પર ગોળીબારી કરી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના અમારા શહેરના નાગરિકોની આસપાસ હાજર છે. આ એક પ્રકારની હત્યા છે. મેં આજ સુધી કોઈ મોટા પશ્ચિમી નેતાને આ મુદ્દે પ્રતિક્રિયા આપતા નથી જોયા.રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પોતાના શહેરો ખારકીવ, ચેર્નિહાઈવ, મારિયોપોલ, ખેરસોન, હોસ્ટોમેલ અને વોલ્નોવાખાને હીરો સિટીની ઉપાધી આપી છે.
આ સોવિયત પરંપરાનો એક ભાગ છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ સોવિયત સંઘના 12 શહેરોને આવી જ ઉપાધી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રશિયા આ જ શહેરોમાં સૌથી વધુ હુમલા કરી રહ્યું છે.યુક્રેન માટે લડી રહેલા ઝેલેન્સ્કીએ અમેરિકા પાસેથી વધુ લડાકુ વિમાન મોકલવાની અપીલ કરી છે. સાથે જ રશિયાથી તેલની આયાતમાં કાપ મૂકવાનું કહ્યું છે. ઝેલેન્સ્કીએ રવિવારે અમેરિકી સાંસદો સાથે લાંબી વાતચીત કરી હતી. તેમણે વીડિયો કોલમાં કહ્યું કે સંભવ છે કે તમે મને છેલ્લી વખત જીવતો જોઇ રહ્યા હોય.ઝેલેન્સ્કીએ કહ્યું યુક્રેનને પોતાની હવાઈ સરહદોની સુરક્ષા કરવી અત્યંત જરુરી છે.
Read About Weather here
ઝેલેન્સ્કીએ 300 અમેરિકી ધારાસભ્યો અને તેમના સ્ટાફ સાથે લગભગ એક કલાક સુધી વાત કરી હતી. મંત્રણા એવા સમયે થઈ છે જ્યારે યુક્રેનિયન શહેરો પર રશિયન બોમ્બ ધડાકા ચાલુ છે અને તેઓએ ઘણા શહેરોને ઘેરી લીધા છે જ્યારે 1.4 મિલિયન યુક્રેનિયનોએ પાડોશી દેશોમાં આશ્રય લીધો છે. તમને જણાવી દઈએ કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હાલમાં રાજધાની કિવમાં છે અને સેનાની કમાન સંભાળી રહ્યા છે. કિવના ઉત્તરમાં રશિયન સેનાના બખ્તરબંધ સૈનિકોએ પડાવ નાખ્યો છે.જો NATO દ્રારા યુક્રેનને નો ફ્લાઈગ ઝોન જાહેર કરવામાં આવે તો જ આ સંભવ છે. પરંતુ NATO તેમની અપીલને રદ કરતું આવ્યું છે. નાટોનું માનવું છે કે જો એમણે આમ કર્યું તો તે આગમાં ઘી રેડ્યું જેવી પરિસ્થિતિ બનશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here