‘જુનિયર બુમરાહ’ મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી પિતાની મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યો

‘જુનિયર બુમરાહ’ મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી પિતાની મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યો
‘જુનિયર બુમરાહ’ મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી પિતાની મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યો

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના દિકરાની પહેલી ઝલક સામે આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ દરમિયાન ‘જુનિયર બુમરાહ’ તેની માતા સંજના ગણેશન સાથે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો.

જસપ્રીત બુમરાહના દિકરાએ મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી પિતાને સપોર્ટ કરવા મેદાનમાં પહોંચ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી અંગદના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, તે માતાના ખોળામાં બેસેલો છે અને મેચ જોઈ રહ્યો છે. આ ફોટો ચાહકોને પણ ખુબ પસંદ આવી રહ્યા છે.

આ પહેલી વખત છે કે, બુમરાહના દિકરો સ્ટેડિયમમાં પહોંચ્યો છે. તેનો દિકરો પણ મુંબઈ ઈન્ડિયન્સ માટે ગુડલક બન્યો છે કારણ કે, સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હાર આપી છે. જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશનો સોમવાર 6 મેના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહએ સ્પોર્ટસ એન્કર સંજના ગણેશન સાથે 15 માર્ચ 2021મા રોજ લગ્ન કર્યા છે. 2 વર્ષ બાદ સપ્ટેમ્બર 2023ના રોજ સંજનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બુમરાહના ચાહકો તેના દિકરાની પહેલી ઝલક જોવા માટે આતુર હતા. આ સપનું આઈપીએલમાં પૂર્ણ થયું છે.

આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ભલે સંધર્ષ કરી રહી છે પરંતુ સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ સીઝનમાં તેના કરતા સૌથી વધારે વિકેટ કોઈ અન્ય ખેલાડીએ લીધી નથી. બુમરાહે 12 મેચમાં 18 વિકેટ લીધી છે.