જાપાને કરી કમાલ, વિશ્વનું પ્રથમ 6G ડિવાઈસ તૈયાર કર્યું, 5G કરતાં પણ 500 ગણી વધુ ઝડપ

જાપાને કરી કમાલ, વિશ્વનું પ્રથમ 6G ડિવાઈસ તૈયાર કર્યું, 5G કરતાં પણ 500 ગણી વધુ ઝડપ
જાપાને કરી કમાલ, વિશ્વનું પ્રથમ 6G ડિવાઈસ તૈયાર કર્યું, 5G કરતાં પણ 500 ગણી વધુ ઝડપ

વિશ્વના મોટાભાગના દેશ અત્યાધુનિક ફાઇવ-જી નેટવર્ક સ્થાપવામાં લાગેલા છે. ભારતમાં પણ ફાઇવ-જી નેટવર્ક પા-પા પગલી ભરી રહ્યું છે. આ સમયે જાપાને વિશ્વની સૌપ્રથમ 6G ડિવાઇસ તૈયાર કરી લીધી છે. આ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ 6G ડિવાઇસની સ્પીડ વર્તમાન ફાઇવ-જી ડિવાઇસ કરતાં 500 ગણી વધુ છે. તે એકસાથે પાંચ એચડી ફિલ્મો સ્ટ્રીમ કરી શકે છે. 

જાપાનીઝ કંપનીઓએ ૬જી ઇન્ટરનેટનું અનાવરણ કર્યુ છે. આ ડિવાઇસને જાપાનની ડોકોમો, એનટીટી કોર્પોરેશન, એનઇસી કોર્પોરેશન અને ફુજિત્સુ સહિતની ટેલિકોમ કંપનીઓે ભેગા મળીને બનાવ્યું છે.

આ 6G પ્રોટોટાઇપ ડિવાઇસ 100 ગીગાહર્ટ્ઝ બેન્ડ પર ઘરની અંદર જ 100 જીબીએસની સ્પીડ હાંસલ કરી શકે છે. આ ડિવાઇસ ઘરની બહાર ગીગાહર્ટ્ઝ ની આ સ્પીડને હાંસલ કરવા માટે 300 ગીગાહર્ટ્ઝ બેન્ડનો ઉપયોગ કરે છે.

જો કે નવા બેન્ડમાં આ પગલું લેવા માટે નવા જ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂર છે. આનો સીધો અર્થ એમ થાય કે ૬જીનો સામાન્ય પ્રજાને ઉપયોગ કરવામાં હજી સમય લાગશે. 

આમ છતાં આ ફાઇવ-જીની નવી વર્તમાન ટેકનોલોજીથી આગળ એક મહત્ત્વની ટેકનોલોજીકલ છલાંગ કે ક્રાંતિ છે. અહેવાલ મુજબ આ સાધન 300 ફૂટ સુધીના ક્ષેત્રે આવરી લે છે, જે તેને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના ભવિષ્ય માટે એક આશાસ્પદ વિકલ્પ પૂરો પાડે છે.