ચેલ્સી ઇસલાન રાજામોલીની 1000 કરોડની ફિલ્મમાં અભિનેત્રી બનશે

ચેલ્સી ઇસલાન રાજામોલીની 1000 કરોડની ફિલ્મમાં અભિનેત્રી બનશે
ચેલ્સી ઇસલાન રાજામોલીની 1000 કરોડની ફિલ્મમાં અભિનેત્રી બનશે

એસએસ રાજામોલી અને મહેશ બાબુની ફિલ્મ એસએસએમબી૨૯, 1000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી ફિલ્મ બનવાની છે. કહેવાય છે કે, આ ફિલ્મ પૈન વર્લડ ફિલ્મ બનશે જેના માટે રાજામૌલી દુનિયભરના એકટર્સોને કાસ્ટ કરી રહ્યા છે. તેમાં ઇન્ડોનેશિયન અભિનેત્રી ચેલ્સી ઇસલાનનું નામ પણ સામેલ છે. જે મહેશ બાબુ સાથેે લીડ રોલ કરવાની છે. જોકે એક રિપોર્ટના અનુસાર, ચેલ્સીનો આ ફિલમ માટે સંપર્ક કરવામાં આવ્યો ન હોવાનું જણાવ્યું છે. 

થોડા દિવસો પહેલા ચેલ્સીએ ઇન્સ્ટાગ્રામ પર રાજામોલીને ફોલો કર્યું હતું, આ પછી તે આ ફિલ્મમાં કામ કરવાની તે ચર્ચા વધુ ઝડપથી ફેલાઇ  છે.જોકે એક રિપોર્ટ આ વાતને નકારી રહ્યો છે, જ્યારે ઘણા સોર્સનું કહેવું છે કે, ફિલ્મની ટીમ ચેલ્સીનું નામ જાણી જોઇને જાહેર કરતી નથી. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં એસએસએમબી૨૯માં ચેલ્સી ઇસલાન અને દીપિકા પદુકોણ ફિલ્મમાં મુખ્ય રોલમાં જોવા મળશે તેવા સમાચાર હતા. 

આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ-મે મહિનામાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.