ચહેરાને નવુ ‘કવર’

ચહેરાને નવુ ‘કવર’
ચહેરાને નવુ ‘કવર’

રાજકોટ-ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં તમતમતો ઉનાળો છે અને તાપમાનનો પારો 42 ડીગ્રીને પાર થઈ રહ્યો છે. આકાશી અગનવર્ષાથી બચવા માટે લોકો અનેકવિધ નુસ્ખા અજમાવતા હોય છે.

માથા પર ટોપી અને ચહેરા પર રૂમાલથી રક્ષણ મેળવવા પ્રયાસ કરતા લોકો માર્ગ પર જોવા મળતા જ હોય છે. ત્યારે રાજસ્થાનમાં સમગ્ર ચહેરાને ‘ઢાંકી’ દેવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. માત્ર ભારત જ નહિં, દુનિયાભરમાં એપ્રિલ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમાગરમ રહ્યાનું જાહેર થયુ છે. તે ઉલ્લેખનીય છે.