ઘર પાસે દેકારો કરવાની ના પાડતાં રાજસ્થાની યુવક પર બે શખ્સોનો છરીથી હુમલો

ઘર પાસે દેકારો કરવાની ના પાડતાં રાજસ્થાની યુવક પર બે શખ્સોનો છરીથી હુમલો
ઘર પાસે દેકારો કરવાની ના પાડતાં રાજસ્થાની યુવક પર બે શખ્સોનો છરીથી હુમલો

સિંદૂરીયા હનુમાનની સામે ઇન્દિરાનગરમાં ઘર પાસે દેકારો કરવાની ના પાડતાં રાજસ્થાની યુવક પર બે શખ્સોએ હુમલો કરી એક્ટિવમાં તોડફોડ કરી હતી. બનાવમાં યુવકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.

બનાવ અંગે સિંદૂરીયા હનુમાનની સામે ઇન્દિરાનગરમાં રહેતાં મહેન્દ્રભાઈ મુળચંદભાઈ ડાઈમા (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શિવમ જનક બાવાજી અને જેનિલ રજપૂતનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ કલરકામની મજુરી કામ કરે છે. ગઈકાલે રાત્રીના સમયે તેઓ ઘરે ટીવીમાં મેચ જોતાં હતાં ત્યારે શિવમ બાવાજી અને જેનીલ રજપુતે ઘસી આવી તેઓના ઘરની બહાર રહેલ એકટિવામાં ચકલીના પાણી પીવા માટેના માટીના કુંડાથી મારી નુકશાન કરી આગળનો ભાગ તોડી નાખેલ હતી.

જેથી અવાજ આવતા તેઓ બહાર દોડી આવેલ ત્યારે બંને શખ્સોને કહેવા જતા શિવમે તેના હાથમાં રહેલ છરીથી હોઠના ભાગે એક ઘા મારતા હોઠમાથી લોહી નીકળવા લાગેલ તેમજ તેની સાથેના જેનીલે પણ ઢીકાપાટુનો મુંઢ માર મારેલ હતો. બાદમાં બનાવ સ્થળે લોકો એકઠાં થતાં બંને શખ્સો નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં.  

વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે, ગઈ તા.04/05 ના શિવમ અને જેનીલ બંને ઘરની બાજુમાં બહાર  રાત્રીના સમયે બેઠા હતા અને દેકારા કરતા હોઈ જેથી તેઓને ત્યા બેસવાની ના પાડેલ અને બીજીવાર અહીં બેસતા નહી તેમ કહી ઠપકો આપેલ હતો જે તેને નહી ગમતા એક્ટિવામાં તોડફોડ કરી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.