સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત. જેના માટે 10 હજાર કરોડની ફાળવણી.ખેડૂતોને રવિ અને ઉનાળુ પાક માટે વ્યાજ સહાય આપવા નવી યોજનાની જાહેરાતકૂપોષણના નિવારણ માટે સગર્ભા અને ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી વિનામૂલ્યે દર મહિને એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક કિલો ખાદ્ય તેલ આપશે. જેના માટે રૂ.4000 કરોડની ફાળવણી કરી છે.સમગ્ર દેશમાં કોરોનામાં 177 કરોડથી વધુ રસી નિઃશુલ્ક આપી છે. પડકારો અમને હંફાવી ન શક્યા અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે અમે અમૃતકાળની વાત પકડી છે.માથાદીઠ આવક 20 વર્ષમાં 19,823 થી વધીને 2,14,809 થઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
જેના માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.પટેલ સરકારના અંતિમ બજેટને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ વખત 1 વાગે રજૂ કર્યું છે. વિધાનસભા ગૃહની બેઠક વ્યવસ્થામાં નાણામંત્રી કનુભાઈ બીજી હરોળમાંથી બજેટ રજૂ કર્યું છે. જ્યારે પ્રથમ હરોળમાં મુખ્યમંત્રી સાથે રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વઘાણી અને ઋષિકેશ પટેલ છે.પરિવાર સાથે કનુભાઈ દેસાઈબજેટસત્રના બીજા દિવસે વિધાનસભા બહાર વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું, જેમાં તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવાની માગણી કરવામાં આવી હતી.ગુજરાત વિધાનસભામાં આ વખતનું બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે સરકારના કેટલાક અધિકારીઓએ રાતે ઉજાગરા કર્યા, પણ અંતે એના અરમાન અધૂરા રહી ગયા છે.
બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સચિવકક્ષાના અધિકારીઓએ તેમની ટીમ સાથે મોડી રાત સુધી ઉજાગરા કરીને IFMS-2 નામના સોફ્ટવેર મારફત તનતોડ મહેનત કરી હતી, જેમાં બજેટલક્ષી કેટલીક ઝીણી ઝીણી બાબતો કેટલાક વિભાગોમાંથી સમયસર અને વ્યવસ્થિત ના આવતાં સંપૂર્ણ બજેટને સોફ્ટવેરમાં સમાવવામાં મોડું થઈ ગયું હતું. પરિણામે, ફરી એકવાર ગુજરાતનું બજેટ ઓનલાઈન રજૂ કરવામાં સરકાર ઊણી ઊતરી ગઈ છે.જેથી આજે 12 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ એક કલાકની પ્રશ્નોત્તરી પછી એટલે કે 1 વાગે નાણામંત્રી બજેટ રજૂ કર્યું હતું.આ બજેટની સૌથી રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાનું પ્રથમ બજેટ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટસત્ર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તોફાની બની રહેવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. એટલું જ નહીં, ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓ પહેલાં મળતું આ સત્ર ભાજપ અને કોંગ્રેસ માટે પણ મહત્ત્વનું સાબિત થઈ શકે છે. એક તરફ રાજ્ય સરકાર ફૂલગુલાબી બજેટ રજૂ કરવા માટે મથામણ કરી રહી છે તો બીજી બાજુ આ સત્ર દરમિયાન વિપક્ષ સરકારને વિવિધ મોરચે ભીડવવા માટે તખતો તૈયાર કરી રહ્યું છે.આ બજેટસત્ર 22 દિવસ સુધી ચાલશે. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારિતા, કૃષિ વિભાગની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે.
વિધાનસભામાં બજેટ પર 4 દિવસ ચર્ચા થશે તેમજ વિધાનસભા ગૃહમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક અને ગુજરાત જમીન પચાવી પાડનાર પ્રતિબંધક સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.રાજય સરકાર એવું માને છે કે ચોમાસામાં જેટલી સંખ્યામાં ખેડૂતો ખેતી કરે છે તેટલા ખેડૂતો નાણાકીય ભીડને કારણે કદાચ શિયાળુ કે ઉનાળુ પાકમાં ખેતી કરતા નથી. સૂત્રોના કહ્યા પ્રમાણે રાજ્યમાં આશરે 54 લાખ ખેડૂતો છે. આ ખેડૂતો પૈકી 29 લાખ ખેડૂતો ચોમાસામાં શોર્ટ ટર્મ ક્રોપ્સ લોન મેળવે છે, બાકીના 25 લાખ ચોમાસામાં લોન મેળવતા નથી.
Read About Weather here
ચોમાસામાં રાજ્યમાં 90 લાખ હેકટરમાં કૃષિ થાય છે, જ્યારે શિયાળામાં આશરે 50 લાખ હેકટરમાં કૃષિ થાય છે. મતલબ કે ચોમાસાની સરખામણીએ શિયાળામાં 40 લાખ હેકટરમાં કૃષિ થતી નથી.વિધાનસભાની ગ્રામ્ય વિસ્તારની 122 બેઠકને પ્રભાવિત કરવા માટે સરકાર વિવિધ યોજનાઓ લાવી રહી છે. આ પૈકી સૌથી મોટી કહી શકાય એવી વગર વ્યાજની રૂ. 3 લાખની શોર્ટ ટર્મ ક્રોપ્સ લોનની યોજનાનું કદ વિધાનસભા સત્ર દરમિયાન વધારી રહીં હોવાનું સુત્રોનું કહેવું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here