કોવિડ વેકસીનની ગંભીર આડઅસર અંગે એસ્ટ્રાજેનેકા જાણતી હતી!!

કોવિડ વેકસીનની ગંભીર આડઅસર અંગે એસ્ટ્રાજેનેકા જાણતી હતી!!
કોવિડ વેકસીનની ગંભીર આડઅસર અંગે એસ્ટ્રાજેનેકા જાણતી હતી!!

દેશ એક તરફ કોવિડકાળથી આગળ વધી ગયો છે તે સમયે જ બ્રિટનની એક અદાલતમાં કોવિડ વેકસીન નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકાએ જે રીતે વેકસીનની આડઅસર બને તેમાં લોહીના ગઠઠ્ઠા જામી જવાની સમસ્યા તથા ખાસ કરીને હૃદયરોગ માટે પણ કારણ બની શકે છે તેવા તારણોથી એક ભયનો માહોલ સર્જાયો છે.

જેઓએ ખાસ કરીને કોવિશિલ્ડ વેકસીનના બે ડોઝ ઉપરાંત બુસ્ટર ડોઝ પણ લીધો છે તેમાં અનેકના કાર્ડિયાક એરેસ્ટ જેવા હૃદયના અચાનક જ થંભી જવાથી થતા મોતની ઘટનાઓ વધતા હવે વેકસીનની આડ અસરની પણ તેમાં ભૂમિકા હોય તેવી શંકા વધી છે. એસ્ટ્રાજેનેકાએ વેકસીન આ પ્રકારની સાઈડ ઈફેકટ થઈ શકે છે તેવું જણાવ્યું છે પણ શા માટે તે થાય છે તે સ્પષ્ટ કર્યુ નથી.

કંપનીએ કહ્યું કે, તેમની વેકસીન કે અન્ય કોઈ વેકસીનના કારણે આ પ્રકારની સ્થિતિ બને છે. બ્રિટનની અદાલતમાં આ અંગેના દસ્તાવેજી પુરાવા પણ રજુ થયા છે. કુલ 51 લોકોએ વેકસીનના કુષ્પ્રભાવ મુદે કંપની સામે વળતર દાવા સમયે એસ્ટ્રાજેનેકાએ તેમની ઉપરાંત અન્ય કોઈપણ કોવિડ વેકસીનમાં આ સ્થિતિ બની શકે છે તે દર્શાવ્યું છે.

એસ્ટ્રાજેનેકાએ કહ્યું કે, બહું જવલ્લેજ કેસમાં આ પ્રકારની સાઈડ ઈફેકટ થઈ શકે છે. જેમાં લોહીના ગઠ્ઠા જામી જવા અને લોહીમાં પ્લેટલેટ ઘટવાની સમસ્યા બની શકે છે. ભારતમાં આ વેકસીનનું ઉત્પાદન પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા કરવામાં આવ્યું હતું.

હવે આ મુદે કંપની સામે કેસ દાખલ કરનારના ધારાશાસ્ત્રી એ જણાવ્યું કે, વેકસીન લીધા બાદ કંપનીએ સ્વીકારેલી આડઅસરથી જે 51 લોકોએ અરજી કરી છે તેમાં 12 તો મૃત્યુ પામ્યા છે અને તેમના મૃત્યુમાં આ કારણ જ દર્શાવાયુ છે જે કંપની સ્વીકારે છે. સૌથી મહત્વનું એ છે કે હજું ફકત એસ્ટ્રાજેનેકાને જ આ આડઅસર જે ઘાતક બની શકે છે તેણે અદાલતમાં મામલો પહોંચ્યા પછી તે સ્વીકાર કર્યા છે.

બ્રિટન સ્થિત ભારતીય કાર્ડિયોલોજીસ્ટ ડો. અસીમ મલ્હોત્રા કહે છે કે કંપની વેકસીનની આ ગંભીર આડઅસર અંગે જાણતી જ હશે અને તેથી જ વેકસીન સહિતના આ પ્રકારના તબીબી સંશોધનમાં પ્રથમ તેનો પ્રયોગ પ્રાણીઓ પર કરાય છે તે પણ થયુ નથી. કંપનીએ જે સાહજીકતાથી સ્વીકાર્યુ તેથી આ પ્રકારની સાઈડ ઈફેકટ અંગે અગાઉથી જાણતી હશે તો પછી શા માટે સીધુ માનવ પરિક્ષણ કરાયું તે પ્રશ્ન છે અને 18 વર્ષથી ઉપરના લોકોને માટે આ વેકસીન સુરક્ષિત છે તેવા વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ જે દાવો કર્યો હતો તેની સામે હવે પ્રશ્ન ઉઠે છે.

અનેક દર્દીઓને વેકસીન લીધા બાદ થોડાજ સપ્તાહમાં માથાનો તીવ્ર દુખાવો દ્રષ્ટિ ધુંધળી થવી, છાતીમાં દુખાવો પગમાં સોજા ચડવા, પેટમાં દર્દ તથા શ્ર્વાસની તકલીફ જેવા લક્ષણ હતા તેમાં એ હજુ પણ મેડીકલ ચેકઅપ કરાવવું જોઈએ. કારણ કે લાંબાગાળે પણ અસર થઈ શકે છે. કોરોનામાં વિશ્વભરના લોકોના સ્વાસ્થ્ય પર અસર કરી જ છે અને કોવિડમાં તો બુસ્ટર ડોઝ સુધીના ટીકા લગાવાય છે.