કાલે બુધવારી અમાસ: મહત્વ

કાલે બુધવારી અમાસ: મહત્વ
કાલે બુધવારી અમાસ: મહત્વ

આવતીકાલ તા.8મીના ચૈત્ર મહિનાની બુધવારી અમાસ છે. અમાસ તિથિ સવારના 8.12 કલાક સુધી છે પરંતુ ઉદયન તિથિ આખો દિવસ ગણાય તેથી આખો દિવસ પૂજાપાઠ કરી શકાશે તેનુ ફળ બુધવારી અમાસનું ગણાશે.

ખાસ કરીને કારતક, ચૈત્ર અને ભાદરવો મહિના પિતૃઓનો ગણાય છે અને આ મહિનામાં બુધવારી અમાસ આવે તો તે દિવસ ઉપાસના માટે ઉત્તમ ગણવામાં આવે છે.

આવતીકાલે સવારના નિત્યકર્મ બાદ શ્રીકૃષ્ણની પૂજા કરવી ત્યારબાદ શિવમંદિરે જઈને મહાદેવજીનો અભિષેક, પીપળે દીવો અથવા અગરબતી કરીને પાણી રેડવું. દૂધમાં કાળા તલ રાખીને તે રેડી શકાય. પીપળાની પ્રદક્ષિણા ફરી, પિતૃઓને પ્રાર્થના કરવી. આખો દિવસ ઉપવાસ કે એકટાણું કરવું વ્રતનું ફળ પિતૃઓને અર્પણ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે. ગાયોને ઘાસ નાંખવું. બ્રાહ્મણને ભોજન કરાવવું ઉતમ ગણાય છે.
આ દિવસે તીર્થસ્થાન, પિતૃ તર્પણ, પિતૃકાર્યો વધારે ફળ આપનાર બને છે. – શાસ્ત્રી રાજદીપ જોષી