‘કાં તો આતંકવાદને ખતમ કરવા લડો યા બદલી કરાવી લો’: શાહ

વીજ કટોકટી અંગે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવતા અમિત શાહ
વીજ કટોકટી અંગે ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવતા અમિત શાહ

જમ્મુ કાશ્મીરના ટોચના અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રીની ચેતવણી: સુરક્ષા સ્થિતિની સમીક્ષા બેઠકમાં અમિત શાહનો આકરો સંદેશો

જમ્મુ અને કાશ્મીરની ત્રણ દિવસની યાત્રા દરમ્યાન કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહે ટોચનાં સુરક્ષા અધિકારીઓને સ્પષ્ટ ભાષામાં એવી ચેતવણી આપી હતી કે, કાં તો અધિકારીઓ આતંકવાદનો અંત લાવવા માટે લડત આપે અથવા તો અહિયાંથી બદલી કરાવી લ્યે. ગૃહમંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

કે જમ્મુ અને કાશ્મીરનાં વિકાસની તમારે ચિંતા કરવાની નથી. એકવાર આતંકવાદ નાબુદ થાય તે પછી વિકાસનાં કામ અમે જોઈ લેશું. ખીણમાં ત્રાસવાદ બિલકુલ સહન કરાશે નહીં.

ગૃહમંત્રીએ ગયા સપ્તાહમાં યોજેલી ઉચ્ચકક્ષાની બેઠકમાં કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને આ મુજબનો આકરો સંદેશો આપ્યો હતો.

બેઠકમાં કાશ્મીરનાં લેફ ગવર્નર મનોજ સિન્હા, રાજ્યનાં મુખ્ય સચિવ આઈજી તથા ડીજીપી રો અને આઈબીનાં વડાઓ જેવા ઉચ્ચ અધિકારીઓ અને કેન્દ્રનાં ગૃહ સચિવ અજય ભલ્લા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ગૃહમંત્રી શાહે અધિકારીઓને પરિસ્થિતિ અંગે સવાલ કર્યા હતા. ત્રાસવાદ રોકવા ગુપ્તચર વિભાગ કઈ રીતે કામ કરે છે તેની વિગતો પૂછી હતી. ગુપ્તચર વિભાગનાં વડાઓએ એવી ફરિયાદ કરી હતી કે, ગુપ્તચર ખાતાની માહિતી પર સ્થાનિક અધિકારીઓ કામ કરતા નથી.

એમને લાગે છે કે, તપાસ થાય તો સીબીઆઈ ખીણમાં આવી જશે. આ સાંભળીને અમિત શાહે જણાવ્યું હતું કે, જે અધિકારીઓને ડર લાગતો હોય એ કાશ્મીરની બહાર બદલી કરાવી લ્યે. ગૃહમંત્રીએ લશ્કરનાં કમાન્ડરો સાથે પણ વાતચીત કરી હતી.

લશ્કરનાં અધિકારીઓ કહ્યું હતું કે, સરહદ પર આતંકી ઘુસણખોરીની માત્ર 11 ઘટનાઓ બની હતી. ત્યારે શાહે પૂછ્યું હતું કે, ઓછી ઘુસણખોરી થઇ છે. તો ખીણમાં હત્યાઓ પણ ઓછી થવી જોઈએ. એવું તો થયું નથી.

Read About Weather here

એમણે આતંકવાદીઓને ટેકો આપનારા નાણા કે આશરો આપનારા તમામને પકડીને જેલમાં નાખી દેવા આદેશ આપ્યો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here