કન્સ્ટ્રક્શનના ધંધાર્થીની ઓળખ આપી યુવતી પર દુષ્કર્મ

કન્સ્ટ્રક્શનના ધંધાર્થીની ઓળખ આપી યુવતી પર દુષ્કર્મ
કન્સ્ટ્રક્શનના ધંધાર્થીની ઓળખ આપી યુવતી પર દુષ્કર્મ

મહુવા પંથકમાં રહેતો અને જોગસ પાર્કનો જેમ્સ ભુવાજીએ પોતે કોન્ટ્રકસનનો ધંધાર્થી છે તેવી ઓળખ આપી ગોંડલ પંથકની યુવતી સાથે સગાઈ કરી આઠ માસમાં યુવતી સાથે બડજબરીથી ગોંડલ વિસ્તારમાં અને સુરતમાં દુષ્કર્મ આચરી ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતાં પોલીસે આરોપી જેમ્સ ભુવાજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે ગોંડલ પંથકમાં રહેતી 18 વર્ષની યુવતીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મહુવાના જેમ્સ ચૌહાણનું નામ આપતાં ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસે આઈપીસી 376,506(2), આઇટી એક્ટ 66 (ઈ) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ વિશેષ પૂછતાછ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યા અનુસાર તેણી બે ભાઈ-એક બહેનમાં નાની છે. તેમની સગાઈ માટે આરોપી અને તેના પિતા ઘરે આવ્યાં હતાં અને આરોપીએ તેણીના પિતાને પોતે કન્ટ્રકશનનો વ્યવસાય કરે છે તેમ કહીં સબંધ નક્કી કર્યા હતો અને બાદમાં બંનેની સગાઈ થઈ હતી. જે બાદ આરોપી તેણીના ઘરે આવ્યો હતો અને ધરારીથી શરીર સબંધ કરવાનું કહેતાં તેણીએ ના પાડી હતી.

જેથી ઉશ્કેરાયેલા આરોપીએ ધમકી આપી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ તેણીના પિતાને અને તેમને જાણ થઈ હતી કે આરોપી કન્ટ્રકસનનો ધંધો નથી કરતો પણ જોગસ પાર્ક મંદિરમાં ભુવાજીની ઓળખ આપી ધતિંગ કરે છે. અને તેનો વિડીયો પણ સોશીયલ મીડિયામાં સામે આવતાં આરોપી અને તેના પરિવારને સબંધ તોડી નાંખવા બાબતે વાત કરી હતી.

દરમિયાન ફરિયાદીના ભાઈના લગ્ન ગઈ તા.10-2 ના સુરત રાખેલ હતાં. જ્યાં પણ આરોપી આવ્યો હતો અને ત્યાં ભાડે રાખેલ ફ્લેટમાં તેણીને લઈ જઈ શરીર સબંધ બંધવાની કહેતાં તે બાબતે તેણીએ વિરોધ કરતાં આરોપીએ તેણીના પરિવારને મારી નાંખવાની ધમકી આપી ફરીવાર દેહ ચૂંથ્યો હતો. જેથી તેણીએ ત્યાં જ તેની સાથે ઝઘડો કરી સબંધ તોડી નાંખતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો.

જે બાદ તેણીના પિતાએ અવારનવાર આરોપીના પરિવારને સગાઈનો માલસામાન લઈ જવાનું કહેતાં તેઓ ધમકી આપતાં હતાં. ઉપરાંત આરોપીએ તેણીની સાથેના ફોટા અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી સ્ટેટસમાં ફોટા ચડાવી તેણીને બદનામ કરવાનો પ્રયાસ પણ કરતો હતો.

જે બાદ તેણીએ તેના પર આરોપીએ દુષ્કર્મ કર્યાની વાત પરિવારને કહેતાં અંતે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી મહિલા વિરોધી ગુના શોધક શાખાના પીઆઈ આર.એન.રાઠોડ અને ટીમે આરોપી જેમ્સને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જોગસ પાર્કના ભુવાજી ‘જેમ્સ’ સોશિયલ મિડિયામાં છવાયેલો, અનેક ફોલોઅર્સની લાગણી દુભાઈ
ગોંડલ પંથકની યુવતી સાથે સગાઈ કરી દુષ્કર્મ કરનાર જેમ્સ ચૌહાણ જોગસ પાર્કના ભુવાજી તરીકે પ્રખ્યાત છે. અને ભુવાજીના નામે ધતિંગ કરી સોશિયલ મીડિયામાં છવાયેલો રહેતો હોય છે. તેના અનેક ફોલોઅર્સ છે. જે તેઓ તેમની સાથે આધ્યાત્મિક લાગણી સાથે જોડાયેલા છે. ભુવાજીના નામે ધતિંગ કરતો જેન્સ ચૌહાણ તેઓની લાગણી સાથે રમત રમી લાગણી દુભાવી હતી.

જેમ્સના પિતાએ પણ તેમની પત્નીને માર મારતાં છૂટાછેડા થઈ ગયા
દુષ્કર્મનો ભોગ બનનાર યુવતીના પિતાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, આરોપી જેમ્સના પિતાએ પણ ગઈ નવરાત્રીમાં તેમની પત્નીને બેફામ મારમાર્યો હતો. જેથી બંને વચ્ચે છૂટાછેડા પણ થઈ ગયાં હતાં. જેથી તેમની પુત્રીનું ભવિષ્ય ધૂણધાણી થઈ જશે તેવું લાગતાં પોતાની પુત્રીને વાત કરતાં તેણીએ તેમની સાથે દુષ્કર્મ થયાની વાત પણ કરતાં આરોપીનો ભાંડો ફૂટ્યો હતો.