આ 5 શેરમાં મળશે રિટર્ન

 આ 5 શેરમાં મળશે રિટર્ન
 આ 5 શેરમાં મળશે રિટર્ન

આજે સોમવારે 06 તારીખે માર્કેટ ખૂલતાંની સાથે સવારે 10:26 વાગ્યે સેન્સેક્સ 235.82 (0.31%) પોઈન્ટના વધારા સાથે 74,106.15 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 7.36 (0.03%) પોઈન્ટ વધીને 22,483.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મહત્વનું છે કે એક્સપર્ટ દ્વારા કેટલાક એવા શેર જણાવ્યા છે જેમાં આગામી સમયમાં છપ્પર ફાળ રિટર્ન મળી શકે છે.

શેરખાને હિન્દુસ્તાન યુનિલિવરના શેર ખરીદવાની સલાહ આપી છે. તેનો લક્ષ્યાંક પ્રતિ શેર રૂ. 2,910 છે. 6 મે, 2024ના રોજ શેર 2,257.00 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 31 ટકા વળતર આપી શકે છે.

શેરખાને કેન ફિન હોમ્સના શેર ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ 960 રૂપિયાનો લક્ષ્યાંક છે. 6 મે, 2024ના રોજ શેર રૂપિયા 759.00 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 24 ટકા વળતર આપી શકે છે.

શેરખાન ઇન્ડિયાબુલ્સના રિયલ એસ્ટેટ શેર ખરીદવાની ભલામણ કરે છે. શેર દીઠ 166 રૂપિયાનો લક્ષ્યાંક છે. 6 મે, 2024ના રોજ શેર રૂપિયા 120.50 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 28% વળતર આપી શકે છે.

 શેરખાને એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝના શેર ખરીદવાની સલાહ આપી છે. 537 રૂપિયા પ્રતિ શેરનો લક્ષ્યાંક છે. 6 મે, 2024ના રોજ શેર રૂપિયા 460.85 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 15% વળતર આપી શકે છે.

 શેરખાને ઈન્ફોસિસના શેર ખરીદવાની સલાહ આપી છે. શેર દીઠ 1,850 રૂપિયાનો લક્ષ્યાંક છે. 6 મે, 2024ના રોજ શેર રૂપિયા 1,427.40 પર બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક વધુ 31 ટકા વળતર આપી શકે છે.

અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી. કિંમત વધવાની સંભાવના શેરની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. કોઈપણ શેર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લો.