શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે શુક્રવારે યુવકોત્સવનું ઉદ્ઘાટન
62 કોલેજના 1350 સ્પર્ધકો કલાના કામણ પાથરશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 50 મો યુવક મહોત્સવ અમૃત કલા મહોત્સવનું આયોજન આગામી તા.23,24 અને 25 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર 50 માં યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જીલ્લાઓની 62 (બાસઠ) કોલેજોના આશરે 1350 સ્પર્ધકો જુદી જુદી 36 ઈવેન્ટસમાં સહભાગી થવા માટે થનગની રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 50 માં યુવક મહોત્સવ અમૃત કલા મહોત્સવનું ઉદ્ઘાટન તા.23 ને શુક્રવારના રોજ બપોરે 3:30 કલાકે ગુજરાત રાજયના કેબિનેટકક્ષાના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે કરવામાં આવશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં નવનિર્માણ પામેલ ત્રણ બિલ્ડીંગો રૂા.111.43 લાખના ખર્ચે ઓપન એર સ્ટેજ , રૂા.143.70 લાખના ખર્ચે એક્ષટેન્શન ઓફ કમ્બાઈન્ડ સાયન્સ લેબોરેટરી અને અંદાજે 300 લાખના ખર્ચે સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ તથા આગામી સમયમાં નિર્માણ પામનાર રૂ મ. 500 લાખના ખર્ચે એમ.સી.એ. ભવન, રૂા.800 લાખના ખર્ચે ભાષા ભવન અને રૂા.400 લાખના ખર્ચે નવું આઈ.યૂ.એ.સી. ભવનનું ખાતમૂહૂર્ત ગુજરાત રાજયના કેબિનેટકક્ષાના આદરણીય શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજ 50 મા યુવક મહોત્સવને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ જુદી 15 કમિટીઓની રચના કરવામાં આવેલ છે. આ યુવક મહોત્સવમાં જુદી જુદી સ્પર્ધાઓમાં 100 જેટલા નિર્ણાયકો પોતાની સેવાઓ આપશે.
Read About Weather here
આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યઓ, એકેડેમિક કાઉન્સિલના સભ્યઓ, ભવનોના અઘ્યક્ષઓ, સંલગ્ન કોલેજોના આચાર્યઓ, યુનિવર્સિટીના અધિકારીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here