આજે રિલીઝ થાય છે વેબ-શો હીરામંડીઃ ધ ડાયમન્‍ડ બઝાર

આજે રિલીઝ થાય છે વેબ-શો હીરામંડીઃ ધ ડાયમન્‍ડ બઝાર
આજે રિલીઝ થાય છે વેબ-શો હીરામંડીઃ ધ ડાયમન્‍ડ બઝાર

સંજય લીલા ભણસાલીનો શો ‘હીરામંડી : ધ ડાયમન્‍ડ બઝાર’ આજથી નેટફિલક્‍સ પર રિલીઝ થઈ રહ્યો છે. આ એક ઐતિહાસિક શો છે, જેમાં સ્‍વતંત્રતા પહેલાંની વાત કરવામાં આવી છે. લાહોરમાં હીરામંડી નામની જગ્‍યા હતી જે અત્‍યારે પાકિસ્‍તાનમાં છે. આ એક રેડ લાઇટ એરિયા છે. અહીં પહેલાં અનાજની મંડી હતી, પરંતુ સમયની સાથે ત્‍યાં વેશ્‍યાવૃત્તિ થવા માંડી હતી. આ રેડ લાઇટ એરિયામાં થતા પ્રેમ અને દગાની વાત આ શોમાં કરવામાં આવી છે. હીરામંડીની કમાન સંભાળવા માટે મલ્લિકાજાન એટલે મનીષા કોઇરાલા અને ફરીદાન એટલે કે સોનાક્ષી સિંહા વચ્‍ચે મતભેદ જોવા મળે છે. આ શોમાં તેમની સાથે અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ, રિચા ચઢ્ઢા, શર્મિન સહગલ, શેખર સુમન અને અધ્‍યયન સુમન પણ જોવા મળશે. ફરીદા જલાલ પણ આ શોમાં નાનકડી, પરંતુ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. સંજય લીલા ભણસાલી આ શો દ્વારા ડિજિટલ ડેબ્‍યુ કરી રહ્યા છે. તેમનો આ વેબ-શો હોવા છતાં તેમણે એને ફિલ્‍મ જેવો જ ગ્રેન્‍ડ બનાવ્‍યો છે.