આજે આ ટીમને મળી શકે છે આઈપીએલ 2024ની પ્લેઓફની ટિકિટ, જુઓ તમારી ફેવરિટ ટીમ તો નથી ને

આજે આ ટીમને મળી શકે છે આઈપીએલ 2024ની પ્લેઓફની ટિકિટ, જુઓ તમારી ફેવરિટ ટીમ તો નથી ને
આજે આ ટીમને મળી શકે છે આઈપીએલ 2024ની પ્લેઓફની ટિકિટ, જુઓ તમારી ફેવરિટ ટીમ તો નથી ને

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2024ની 56મી મેચ રમાશે. આ મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. દિલ્હી કેપિટલ્સની ટીમ માટે આ મેચ મહત્વની છે, કારણ કે, 16 પોઈન્ટ સુધી પહોંચવા માટે દિલ્હીને બાકી રહેલી 3 મેચ જીતવી પડશે, કારણ કે, રાજસ્થાન રોયલ્સની નજર સૌથી પહેલા આઈપીએલ 202ની પ્લેઓફની ટિકિટ મેળવવા પર છે. આજે એક આઈપીએલ પ્લેઓફની ટિકીટ મળી શકે છે. જો દિલ્હીની ટીમ આ મેચ જીતે છે તો તે પ્લેઓફની રેસ વધુ શાનદાર જોવા મળશે.

ટીમના પ્લેઓફમાં પહોંચવાના ચાન્સ વધારે

રાજસ્થાન રોયલ્સને પ્લેઓફની ટિકીટ મેળવવા માટે આ મેચ જીતવી પડશે, ત્યારબાદ તેના ખાતામાં કુલ 18 અંક થઈ જશે અને 18 અંક પર ક્વોલિફિકેશનનો ટેગ મળી જાય છે. રાજસ્થાન રોયલ્સને હજુ 4 મેચ રમવાની છે અને આ 4 મેચમાંથી કોઈ એક મેચ પણ જીતી જાય છે તો પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લેશે. અત્યારસુધઈ 4 મેચ હાર્યા બાદ પણ ટીમના પ્લેઓફમાં પહોંચવાના ચાન્સ વધારે છે કારણ કે, 16 અંક મેળવનારી ટીમ આઈપીએલમાં દરેક વખતે પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહે છે. એટલે આરઆર માટે શાનદાર તક છે.

3જા સ્થાન માટે 9 ટીમો વચ્ચે ટક્કર

જો રાજસ્થાન રોયલ્સની ટીમ દિલ્હીને હરાવી પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં સફળ થાય છે તો 3જા સ્થાન માટે 9 ટીમો વચ્ચે ટક્કર થશે. કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટસની પાસે ટોપ-4માં સ્થાન બનાવવાની તક છે. કેકેઆર પણ એક મેચ જીતી પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લેશે, કારણ કે, ટીમ 8 મેચ જીતી ચુકી છે. અન્ય ટીમોએ પોતાની મેચ જીતવાની રહેશે અને અન્ય ટીમોના નિર્ણય પર નિર્ભર રહેવું પડશે. ત્યારે આવનારી તમામ મેચ ખુબ જ રોમાંચક હશે.