આજના રાશીફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે.

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

તમારી યોગ્યતા અને મહેનત ઉપર વિશ્વાસ રાખો. અન્યની મદદની આશા રાખવી ખોટી રહેશે. જીવનશૈલીને પોઝિટિવ જાળવી રાખીને તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવો. યુવા લોકો પોતાના કરિયર પ્રત્યે ગંભીર રહેશે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

સ્થિતિ અનુકૂળ છે. પોઝિટિવ બની રહો તથા પોતાના રસના કાર્યોમાં પણ થોડો સમય પસાર કરવાથી માનસિક સુકૂન મળશે. તમારી ગુપ્ત પ્રતિભા પણ નિખરશે. ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

નજીકના સંબંધીઓ સાથે કોઇ વિશેષ મુદ્દા અંગે વાર્તાલાપ થવાથી થોડી સમસ્યાઓનો ઉકેલ મળશે અને ઉત્સાહ અને તાજગી પણ રહેશે. કોઇ મિત્રના સ્વાસ્થ્યને લગતી શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

કોઇ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ લાભદાયક રહેશે. તમે તમારી યોગ્યતા અને કાર્યક્ષમતા દ્વારા કોઇપણ પરિસ્થિતિમાં સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો. અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરવાથી સુકૂન મળશે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પરિવારના લોકો સાથે અધ્યાત્મિક ગતિવિધિઓમાં યોગ્ય સમય પસાર થશે. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં પણ વ્યસ્ત રહી શકો છો. યુવાઓને કરિયરને લગતા કોઇ સારા સમાચાર મળી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

તણાવપૂર્ણ વાતાવરણ હોવા છતાં આજનો દિવસ સારો પસાર થશે. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ તમને કોઇ મોટી સમસ્યાનું સમાધાન મળશે. આ સમય માર્કેટિંગ અને મીડિયાને લગતી જાણકારીઓ વધારે પ્રાપ્ત થશે.

 વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

તમે તમારી દિનચર્યામા થોડો ફેરફાર લાવવાની કોશિશ કરશો. જેથી તમને ઘર-પરિવારમાં પણ પોઝિટિવ ઊર્જાનો સંચાર અનુભવ થશે. તમારા મનમાં ચાલી રહેલી કોઇ દુવિધા દૂર થવાથી રાહત મળી શકે છે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

રાજનૈતિક સંપર્કોની મદદથી તમારું કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય ઉકેલાઈ જશે. કોશિશ કરતા રહો. તમારી વ્યવસ્થિત દિનચર્યા તથા યોગ્ય કાર્ય પ્રણાલી દ્વારા તમારી કોશિશ સફળ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં સેવાને લગતા કાર્યોમાં પણ તમારું યોગદાન રહેશે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

દિવસ પોઝિટિવ પસાર થશે. કોઇપણ કાર્ય કરતા પહેલા તેના અંગે યોગ્ય વિચાર કરી લો. જોકે, તમે તમારી કાર્ય ક્ષમતા અને યોગ્યતા દ્વારા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરી શકશો. ભાઇઓ સાથે સંબંધ સુધરશે.

Read About Weather here

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

 આ નકારાત્મક સમયમાં પણ તમે તમારી પ્રતિભા અને યોગ્યતા દ્વારા પરિસ્થિતિઓનો સામનો યોગ્ય રીતે કરશો અને તમને સફળતા પણ મળશે. વારસાગત સંપત્તિના કારણે ભાઇઓ સાથે ચાલી રહેલો વાદ-વિવાદ દૂર થશે.

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

 ઘરની દેખરેખને લગતી યોજનાઓ ઉપર ફરી વિચાર કરવા માટે સમય અનુકૂળ છે. બધી વ્યવસ્થા ઉત્તમ જાળવી રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે. આવકનો કોઇ વધારે સ્ત્રોત મળવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here