આજના રાશિ ફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ:

જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્મિક સુખ પ્રાપ્ત થશે.

વૃષભ:

આજે પારિવારિક ગતિવિધિઓમાં મોટાભાગનો સમય પસાર થશે. થોડા રચનાત્મક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. સંપત્તિના ભાગલાને લગતા મામલાઓ એકબીજાના તાલમેલ દ્વારા સરળતાથી ઉકેલાઇ જશે. કોઇ ધાર્મિક સ્થળે પરિવારના લોકો સાથે જવાથી શાંતિ મળશે.

મિથુન:

તમારી મહેનત, કોશિશ અને પરિશ્રમના સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારા ગંભીર વિચાર અને બુદ્ધિ બળથી કામ કરવાથી તમને સાચો અને કોઇ યોગ્ય નિર્ણય લેવામાં સફળતા પ્રાપ્ત થશે. નવી યોજના ઉપર કામ કરવા માટે સમય યોગ્ય છે.

Visit Saurashtra Kranti Homepage here

કર્ક :

રાજનૈતિક મામલે તમારું વર્ચસ્વ વધશે. મિત્રોની મદદથી કોઇ ગુંચવાયેલું કામ પણ ઉકેલાઇ જશે. કોઇ ધાર્મિક સ્થળની યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પ્રાપ્ત થશે.

સિંહ:

આજનો દિવસ થોડો મિશ્રિત પ્રભાવ આપનાર રહેશે. આ સમયે કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઇ શકે છે. તમારી હિંમત અને કાર્ય પ્રણાલી સારી રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર સંપૂર્ણ ધ્યાન આપે. મીડિયા સાથે જોડાયેલાં લોકોમાં રચનાત્મક ક્ષમતા વિકસિત કરવાની ઇચ્છા રહેશે.

કન્યા:

કોઇ વરિષ્ઠ વ્યક્તિની સલાહ અને અનુભવનો સંપૂર્ણ લાભ ઉઠાવો. તમારી દબાયેલી ઇચ્છા બાળકોના માધ્યમથી પૂર્ણ થશે જેનાથી તમને માનસિક શાંતિ મળશે. અભ્યાસ કરી રહેલાં વ્યક્તિઓ માટે સમય ઉત્તમ રહેશે.

તુલા:

દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. તમારી કોઇ મહત્તવૂપર્ણ ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. પારિવારિક જવાબદારીને ખૂબ જ યોગ્ય રીતે નિભાવવામાં તમે સક્ષમ રહેશો. યુવા વર્ગ કોઇ સ્પર્ધાની તૈયારીમાં કોશિશ કરી રહ્યા છે તો સફળતા ચોક્કસ મળશે.

વૃશ્ચિક:

ગ્રહ સ્થિતિઓ અનુકૂળ રહેશે. કોઇ સામાજિક કાર્યમાં વ્યસ્તતા રહેશે. મહત્ત્વપૂર્ણ લેવડ-દેવડ પણ થશે. મહેમાનોનો સત્કાર કરીને તમને સુખ મળશે. ઘર-પરિવાર સાથે ખરીદદારી અને મનોરંજનમાં પણ સમય પસાર થશે.

ધન:

સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. બાળકોને લગતી થોડી યોજનાઓ બનશે. માંગલિક કાર્યોની રૂપરેખા પણ બનશે. તમે બધા માનવીય સંબંધોને મધુરતા સાથે નિભાવવાની કોશિશ કરશો. પ્રિયજન સાથે મુલાકાતથી આનંદ થશે.

મકર:

સમય અનુકૂળ છે. ઉધાર આપેલાં રૂપિયા પ્રાપ્ત થશે. પરિવાર સાથે હરવા-ફરવામાં મનોરંજનને લગતા કાર્યક્રમ બનશે.તમારી પ્રતિભા બધા સામે આવશે. તમારું જ કોઇ સપનું સાકાર કરવાનો યોગ્ય સમય છે.

કુંભ:

આજે મોટાભાગનો સમય તમારા રસના કાર્યોને કરવામાં પસાર થશે. જેનાથી માનસિક અને આત્મિક સુકૂન મળશે. જૂના મિત્રો દ્વારા મુલાકાત થશે. કોઇ વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થશે.

Read About Weather here

મીન:

સમય વધારે અનુકૂળ નથી. છતાંય તમે તમારી મહેનત દ્વારા તમારા મોટાભાગના કાર્યો પૂર્ણ કરવામાં સફળ રહેશો. પરિવાર તથા મિત્રોની મદદથી પ્રતિષ્ઠા બની રહેશે. પોતાના વ્યક્તિત્વમાં પોઝિટિવ ફેરફાર લાવવાની કોશિશ સફળ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here