આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધ સ્થાપિત થશે. જૂની યાદો તાજા થવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ વિશેષ મુદ્રા અંગે વિચાર થવાથી તમને કોઈ સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે.

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. આવક અને ખર્ચમાં સમાનતા બની રહેશે. થોડો સમય આત્મ મનનમા પણ પસાર કરો, તેનાથી તમે અનેક મુશ્કેલીઓને વ્યવસ્થિત કરવામાં મદદ મળી શકશે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી મહેનત અને લગનનો તમને લાભ મળવાનો છે. એટલે તમારા કાર્યો પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્રચિત્ત રહો. થોડો સમય ધાર્મિક અને સમાજસેવી સંસ્થાઓના સહયોગમાં પણ પસાર કરો.

કર્ક      

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજે સંપૂર્ણ ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. પાડોસીઓ સાથે પણ કોઈ જૂનો મામલો ઉકેલાઇ શકે છે. તેનાથી તારા સંબંધોમાં મધુરતા આવશે. બાળકોની કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

થોડા નજીકના લોકો સાથે હળવા-મળવાનું વાતાવરણ રહેશે. એકબીજા સાથે વાર્તાલાપ દ્વારા તમે સારું પરિણામ મેળવી શકશો. થોડો સમય ઘરની ગતિવિધિઓ અને બાળકોની સમસ્યાઓને વ્યવસ્થિત કરવામાં પણ પસાર કરશો.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે ઘરમાં ખાસ મહેમાનોના આવવાથી તમે વ્યસ્ત રહી શકો છો. તેનાથી રોજિંદા જીવનમાં થોડો ફેરફાર અને સુકૂન પણ આવી શકે છે. તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારને નિખારવા માટે થોડા ખાસ નિયમો બનાવશો.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આખો દિવસ કામ વધારે રહેવાથી થાક રહી શકે છે. થોડી રાહત મેળવવા માટે કોઈ એકાંત કે અધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરો. તેનાથી તમે ફરી નવી ઊર્જા સાથે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

Visit Saurashtra Kranti Homepage here

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

સમય ખૂબ જ સંતોષજનક છે. માત્ર ઉતાવળની જગ્યાએ શાંતિથી કાર્યને પૂર્ણ કરવાની કોશિશ કરો. થોડા નજીકના લોકો સાથે મુલાકાત થશે જે ખૂબ જ પોઝિટિવ રહી શકે છે. ઘરના પરિવર્તનને લગતી યોજના પણ બનશે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

આજે અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારી આસ્થા વધવાથી તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. કોઈપણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય રીતે ચર્ચા-વિચારણાં કરી લો.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે કોઈ અજાણ વ્યક્તિ સાથે અચાનક જ મુલાકાત થશે. જે બંને માટે પોઝિટિવ રહી શકે છે. તમે તમારા કાર્યો ઉપર જેટલી મહેનત કરશો તેના પ્રમાણે તમને યોગ્ય પરિણામ મળી શકશે.

Read About Weather here

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

કોઈ ખાસ કાર્યને લગતી યોજના આજે શરૂ થઈ શકે છે. તેના કારણે તમે ખૂબ જ સુકૂન અનુભવ કરશો. બાળકોની કોઇ સફળતાથી તમને સુખ મળી શકે છે. પરિવારના લોકો સાથે શોપિંગમા સુખમય સમય પસાર થશે.

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

લોકોની ચિંતા ન કરીને તમે તમારા મન પ્રમાણે કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. જોકે, તમારા અંગે અફવાહ ઊઠી શકે છે. કોઈ સફળતા પ્રાપ્ત થવાના કારણે આ લોકો જ તમારા વખાણ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here