આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ:

આ સમયે પરિવર્તનદાયક ગ્રહ સ્થિતિ રહેશે. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની સંપૂર્ણ યોજના બનાવવી તમને કોઇપણ પ્રકારની ભૂલ થવાથી બચાવશે. જો ઘરની દેખરેખને લગતી કોઇ યોજના બની રહી છે તો તે કાર્યો માટે સમય ખૂબ જ અનુકૂળ છે.

વૃષભ:

પારિવારિક તથા વ્યક્તિગત ગતિવિધિઓ વચ્ચે તાલમેલ બેસાડવા માટે થોડી યોજનાઓ બનાવશો અને સફળ પણ રહેશો. સમાજ તથા નજીકના સંબંધો વચ્ચે તમારું માન-સન્માન જળવાયેલું રહેશે.

મિથુન:

આર્થિક સમસ્યાઓથી રાહત મળશે. તમે તમારા વ્યક્તિત્વને વધારે નિખારવાની કોશિશ કરશો, જેનું પોઝિટિવ પરિણામ પણ મળશે. બાળકોની ભાવનાઓને સમજીને તેમની ગતિવિધિઓમાં સહયોગ કરવો તેમના આત્મવિશ્વાસને વધારશે.

કર્ક:

આજે તમે તમારી અંદર ગજબનો આત્મવિશ્વાસ તથા ઊર્જા અનુભવ કરશો. જોકે, થોડી વિપરીત પરિસ્થિતિઓ સામે આવશે, પરંતુ તેનું સમાધાન પણ મળશે. અંગત સંપર્કોના માધ્યમથી કોઇ લાભદાયક કાર્ય પણ સંપન્ન થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

સિંહ:

અધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે. જો સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો, તમારા કાર્યો સફળ થશે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલાં વિવાદ દૂર થવાથી સંબંધોમા મધુરતા આવશે.

કન્યા:

આ સમયે ગ્રહ ગોચર તમારા જીવનમાં થોડા વિશેષ પરિવર્તન લાવી રહ્યું છે, જે સારું સાબિત થશે. સમયનો સદુપયોગ કરવો પણ તમારી કાર્ય ક્ષમતા ઉપર જ નિર્ભર કરે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ અસમંજસની સ્થિતિમાં કોઇ નજીકના વ્યક્તિની સલાહ લેવી.

તુલા:

 પડકારભર્યો રહેશે. તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. પોતાનો વિકાસ કરવા માટે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું પણ લાવવું જરૂરી છે. અભ્યાસમાં યોગ્ય સમય પસાર થશે.

વૃશ્ચિક:

ઘરમાં કોઇ માંગલિક તથા શુભ આયોજનની યોજના બનશે. છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલી ચિંતાથી પણ રાહત મળી શકે છે. કોઇ લાભની યોજના ઉપર કામ શરૂ થઇ શકે છે.

ધન:

આજે કામકાજમાં વ્યસ્તતા સિવાય પરિવાર તથા મિત્રો સાથે મોજ-મસ્તી અને મનોરંજનમાં સમય પસાર થશે. તમારા દ્વારા કરવામાં આવેલ કોઇ મહત્ત્વપૂર્મ કામ વખાણવા લાયક રહેશે.

મકર:

આજે તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. ઘરમા મહેમાનોની અવર-જવર રહેશે. મિત્રો તથા પરિજનો તરફથી ચાલી રહેલી કોઇ ચિંતાનું પણ સમાધાન મળી શકશે. વિદ્યાર્થીઓને કોઇ નોકરીને લગતી પરીક્ષામાં સફળતા મળશે.

કુંભ:

જ્ઞાનવર્ધક સમય છે. અભ્યાસના કાર્યોમાં રસ વધશે. કોશિશ કરવાથી મનગમતા કાર્યો સમયે પૂર્ણ થઇ શકે છે. તમે તમારી ચતુરાઈ અને સમજદારી દ્વારા કોઇપણ પરેશાનીથી બહાર આવી શકાય છે.

Read About Weather here

મીન:

સમય અનુકૂળ છે. પરિશ્રમ અને મહેનત વધારે રહેશે પરંતુ કાર્ય વિના કોઇ વિઘ્ન પૂર્ણ થઇ જશે. તમે તમારા કોઇ હુનરને નિખારવા માટે થોડો સમય પસાર કરશો. વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here