મેષ: દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભાવના વધશે.
વૃષભ: આજે તમારી દિનચર્યા તથા વિચારોમાં પોઝિટિવ પરિવર્તન લાવવાની કોશિશ કરો. કોઇ વિશેષ કાર્ય પ્રત્યે તમારી ઇચ્છા અને મહેનત સાર્થક રહેશે. જેનાથી સમાજમાં તમારા યોગદાન અને કામના વખાણ થશે.
મિથુન: છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી આકરી મહેનતનું થોડું પોઝિટિવ પરિણામ મળી શકે છે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ વધશે. બાળકોની કોઇ સફળતાને લગતા શુભ સમાચાર મળવાથી તમને સુકૂન મળી શકે છે.
કર્ક: કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો વિવાદ દૂર થશે અને એકબીજા સાથેના સંબંધોમા ફરી મધુરતા આવશે. થોડી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પણ મળશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો.
સિંહ: આજનો દિવસ તમારે કામ વધારે રહેશે. બાળકોની કોઇ સફળતાથી તમે ગર્વ અનુભવ કરશો. તમે તમારી પ્રતિભાના બળે તમારી અલગ ઓળખ બનાવવામાં સફળ રહી શકો છો. થોડા ખર્ચ અને પડકાર પણ તમારી સામે આવી શકે છે.
કન્યા: ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે તમારી કોશિશ સફળ રહેશે. વ્યક્તિગત સંબંધો પણ ગાઢ બની શકે છે. વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાયેલી રહેશે.
Read Saurashtra Kranti E-Paper here
તુલા: ગ્રહ સ્થિતિ થોડી પરિવર્તનશીલ છે. કોઇપણ યોજના ઉપર અમલ કરતા પહેલાં તેના બધા સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરો. તેનાથી તમે કોઇ મોટી ભૂલ થવાથી બચી શકો છો. બાળકોના કરિયરને લગતી કોઇ શુભ સૂચના મળી શકે છે.
વૃશ્ચિક: સામાજિક તથા સમાજસેવી કાર્યો પ્રત્યે તમારું વિશેષ યોગદાન રહેશે. સમય પડકારરૂપ રહેશે. સ્ત્રી વર્ગ દરેક ક્ષેત્રમાં વ્યવસ્થા જાળવી રાખવામાં સક્ષમ રહેશે. પોતાના વિકાસ માટે વ્યવહારમાં થોડું સ્વાર્થીપણુ લાવવું પડશે.
ધન: ઘરની દેખરેખ કે સુધારને લગતા કાર્યોને હાલ ટાળો તો સારું રહેશે. કામ કરવાની રીતમાં નવીનતા લાવવી પડશે. રાજકારણ તથા જનસંપર્કની સીમા વધી શકે છે. યુવાઓને પોતાના કરિયરને લગતી તકલીફમાં પોઝિટિવ પરિણામ મળી શકે છે.
મકર: વ્યક્તિગત તથા રસના કાર્યોમાં યોગ્ય સમય પસાર થશે. તમમે માનસિક રીતે સુકૂન અનુભવ કરશો. કોઇ અટવાયેલું કાર્ય પણ પૂર્ણ થઇ શકે છે. યોજનાબદ્ધ તથા ડિસિપ્લિનથી તમારા કામની રીત તમને સફળતા અપાવશે.
Read About Weather here
કુંભ: છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા તણાવ અને થાકથી રાહત મેળવવા માટે અધ્યાત્મિક તથા તમારા રસના કાર્યોમાં પણ સમય પસાર કરો. માનસિક સુકૂન અને શાંતિ મળી શકે છે. યુવાઓ અને વિદ્યાર્થીઓ સ્પર્ધા અંગેનું પરિણામ પક્ષમા આવી શકે છે.
મીન: આજે કોઇ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી તમને વધારે સુકૂન મળી શકે છે. થોડા લાભદાયક પરિણામ પણ સામે આવી શકે છે. ઘરના વડીલો પ્રત્યે સેવાભાવ રાખવો તથા તેમનું માર્ગદર્શન તમારા જીવનમાં ભાગ્યોદય લાવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here