આઈપીએલ 2024ના આ કેપ્ટનોનું ટી 20 વર્લ્ડ કપમાંથી કપાયું પત્તુ 

આઈપીએલ 2024ના આ કેપ્ટનોનું ટી 20 વર્લ્ડ કપમાંથી કપાયું પત્તુ 
આઈપીએલ 2024ના આ કેપ્ટનોનું ટી 20 વર્લ્ડ કપમાંથી કપાયું પત્તુ 

ટી 20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય સિલેક્ટરોએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ટીમમાં 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જ્યારે 4 ખેલાડીઓ રિઝર્વ ખેલાડી છે પરંતુ આઈપીએલ 2024માં રમી રહેલા 5 ભારતીય કેપ્ટનોને ટી20 વર્લ્ડકપ 2024માં સ્થાન મળ્યું નથી. જ્યારે દિલ્હી કેપિટ્લસના કેપ્ટન રિષભ પંત, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ટી 20 વર્લ્ડકપમાં સ્થાન મળ્યું છે.

કે.એલ રાહુલ આઈપીએલ 2024માં લખનૌ સુપર જાયન્ટસનો કેપ્ટન છે. તેમણે ટી 20 વર્લ્ડકપ 2024માં તક મળી નથી. આઈપીએલની સીઝનમાં તેનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું નથી. તેમણે આઈપીએલ 2024ની 9 મેચમાં 378 રન બનાવ્યા છે. તેમણે ભારતીય ટીમ માટે ટી20 વર્લ્ડકપ 2021 અને 2022માં ભાગ લીધો હતો.

આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ છે, તે પહેલી વખત આઈપીએલમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે પરંતુ તેમને ટી20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં તક મળી નથી. ગાયકવાડ ઓપનિંગ કરે છે અને ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ માટે રોહિત શર્માની સાથે યશસ્વી જ્યસ્વાલને સ્થાન મળ્યું છે. તેમજ રિઝર્વ તરીકે ગિલ છે. ઋતુરાજ ગાયકવાડે આઈપીએલ 2024માં 9 મેચમાં 447 રન બનાવ્યા છે.

આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ છે. તેમણે ટી20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેને રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગિલના સ્થાને સિલેક્ટરોએ રોહિત શર્માની સાથે ઓપનિંગ માટે યશસ્વી જ્યસ્વાલની પસંદગી કરવામાં આવી છે. આઈપીએલ 2024માં તેમણે 10 મેચમાં 320 રન બનાવ્યા છે.

શિખર ધવન ટી20 વર્લ્ડકપ 2024માં સ્થાન બનાવવાની રેસમાં નથી. તેમણે ભારત માટે છેલ્લી ટી 20 મેચ વર્ષ 2021માં શ્રીલંકા વિરુદ્ધ રમ્યો હતો. આઈપીએલ 2024માં તે પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આઈપીએલ 2024માં તેમણે 152 રન બનાવ્યા છે.