આઇપીએલ માં ધોનીના આ નિર્ણયથી નારાજ થયા ફેન્સ

આઇપીએલ માં ધોનીના આ નિર્ણયથી નારાજ થયા ફેન્સ
આઇપીએલ માં ધોનીના આ નિર્ણયથી નારાજ થયા ફેન્સ

IPL 2024માં ચેન્નઈની ટીમ પોતાની 10મી મેચમાં પંજાબને ટક્કર આપી રહી છે. આ મેચમાં એક વાર ફરી ચાહકો ધોનીની બેટિંગના નજારાને એન્જોય કરતા નજર આવ્યાં પરંતુ ઈનિંગના અંતમાં એક એવી ઘટના જોવા મળી. જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. ચાહકો ધોનીથી નારાજ નજર આવી રહ્યાં છે. આ ઘટના ઈનિંગની અંતિમ ઓવરની છે જ્યારે ધોનીએ ડેરિલ મિચેલને ક્રીજથી પરત કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPL 2024માં ધોની તાબડતોડ બેટિંગ કરતો નજર આવ્યો પરંતુ પંજાબ સામે ચેપોકમાં માહીનું બેટ શાંત નજર આવ્યું. અંતિમ ઓવરના પહેલા બોલ પર ધોનીએ ચોગ્ગો ફટકારી શાનદાર શરૂઆત કરી. બીજા બોલ પર જ તેમણે શાનદાર શોટ માર્યો પરંતુ બોલ બાઉન્ડ્રી સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો. આ દરમિયાન મિચેલ સિંગલ માટે દોડ્યો પરંતુ ધોનીએ તેને પાછો મોકલ્યો. અંતિમ ઓવરમાં ધોનીએ એક ચોગ્ગો અને એક સિક્સરની મદદથી કુલ 11 રન બનાવ્યાં. ડેરિલ મિચેલને સ્ટ્રાઈક ન આપવાને લઈને ધોનીથી ચાહકો નારાજ છે અને સોશિયલ મીડિયા પર ભડાસ કાઢતા નજર આવી રહ્યાં છે.

પંજાબની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ચેન્નઈને અજિંક્ય રહાણે અને ઋતુરાજની સારી શરૂઆતમ મળી. રહાણેએ 29 રન બનાવ્યાં પરંતુ ગાયકવાડ ટીમનો જીવ સાબિત થયાં. ચેન્નઈની તરફથી ધીમી શરૂઆત હતી પરંતુ ગાયકવાડે 48 બોલમાં 62 રનની બહુમૂલ્ય ઈનિંગ રમી. આ ઈનિંગના કારણે CSKની ટીમ 162 રનના સ્કોર સુધી પહોંચવામાં સફળ થઈ.

IPL 2024માં ધોનીએ 7 ઈનિંગમાં આઉટ થયાં નથી પરંતુ 8મી ઈનિંગમાં તેણે પોતાની વિકેટ ગુમાવી. ધોનીની વિકેટ કોઈ પણ બોલરના ખાતામાં આવી નહીં. ઈનિંગના અંતિમ બોલ પર ધોની બે રન કરવાના ચક્કરમાં રન આઉટ થઈ ગયો. 163 રનના લક્ષ્યનો પીછો કરતાં પંજાબે પણ શ્રેષ્ઠ શરૂઆત કરી છે.