અન્ય પરીક્ષામાં રોકાયેલા છાત્રોને પોલીસ ભરતી માટે વધુ એક તક મળશે

અન્ય પરીક્ષામાં રોકાયેલા છાત્રોને પોલીસ ભરતી માટે વધુ એક તક મળશે
અન્ય પરીક્ષામાં રોકાયેલા છાત્રોને પોલીસ ભરતી માટે વધુ એક તક મળશે

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.LRD-PSI  ની ભરતી મુદ્દે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે શારીરિક પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું.કે હાલ LRD-PSI ની અરજીની કામગીરી પૂર્ણ થઈ છે.જેની શારીરિક પરીક્ષા ચોમાસા પછી ઓકટોબર નવેમ્બરમાં લેવાઈ શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ અરજી પ્રક્રિયા ધોરણ 12 તથા કોલેજની પરીક્ષા ચાલતી હોય તે દરમિયાન થઈ હતી. જેથી બાકી રહેતા યુવાનો માટે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવાશે.ધો.12 અને કોલેજ પાસ કરનાર વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

લાયકાત ધરાવતા અન્ય સ્નાતકો કે 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે.છેલ્લી તારીખે લાયક ઉમેદવારો અરજી કરી શકશે.જેમાં અરજી કરવા માટે આશરે 15 દિવસનો સમયગાળો અપાશે. આમ પોલીસમાં અરજી કરવા માટે ઉમેદવારોને વધુ એક તક મળશે.

અત્યાર સુધી થયેલ અરજી અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, હાલ મંગાવાયેલી અરજીમાં લોક રક્ષકની ભરતીમાં 9.83 લાખ અરજીઓ તેમજ PSI ની ભરતીમાં 4.50 લાખ અરજી મળી હતી.

આ વખતે પોલીસ ભરતી નવા નિયમો સાથે થશે.પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું.જે હવે રદ કરવામાં આવ્યું છે હવે શારીરિક કસોટી ફકત કવોલિફાઈંગ રહેશે.એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં તેમજ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર પછીની OBJECTIVE MCQ TEST (ઓબ્જેકટીવ એમસીકયુ ટેસ્ટ)માં ભાગ લઈ શકશે.