અદાણી ગ્રુપની વધુ એક કંપની ડીમર્જ થશે

અદાણી ગ્રુપની વધુ એક કંપની ડીમર્જ થશે
અદાણી ગ્રુપની વધુ એક કંપની ડીમર્જ થશે

અદાણી એન્ટરપ્રાઇઝ હેઠળ આવતા અદાણી એરપોર્ટના કારોબારને કંપની આગામી સમયમાં અલગ કરવા જઈ રહી છે. આ અંગે કંપનીના 1 ફેબ્રુઆરી 2024ના અર્નિંગ કોલમાં જાણકારી આપવામાં આવી છે.

અદાણી ગ્રુપ આગામી 3થી 5 વર્ષમાં તેના એરપોર્ટ બિઝનેસને ડીમર્જ કરી શકે છે. કંપની આગામી વર્ષોમાં તેની પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા ત્રણ ગણી વધારીને 240-250 મિલિયન કરવા માંગે છે.

અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળ આવતી કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ સાત ઓપરેશનલ એરપોર્ટ સાથે GMR એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પછી દેશમાં બીજા નંબરનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર છે.

અદાણી એન્ટરપ્રાઈઝના શેર વિશે વાત કરીએ તો, 30 એપ્રિલ 2024ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે 0.86 ટકાના ઘટાડા સાથે રૂ.3055 પર બંધ થયો હતો.